તળાજા ભાજપ ધારાસભ્યના પુત્રની ખુલ્લેઆમ દાદાગીરી- પોલીસ સાથે મારામારીનો વિડીયો થયો વાયરલ

ભાવનગર(Bhavnagar): રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને ચેલેન્જ ફેંકતો એક કિસ્સો ભાવનગરના તળાજા (Talaja)માંથી સામે આવ્યો છે. ધારાસભ્યના પુત્ર અને પોલીસ કોન્સ્ટેબલ (Police Constable)ના વાહનો વચ્ચે થયેલા અકસ્માત (Accident) બાદ વાત મારામારી સુધી પહોંચી જવા પામી હતી. જો વાત કરવામાં આવે તો ભાવનગરના તળાજાના ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ (BJP MLA Gautam Chauhan)ના પુત્રની દાદાગીરીના આરોપ બાદ હવે CCTV ફૂટેજ સામે આવ્યા છે.

પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો હોવાના CCTV ફૂટેજ:

મળતી માહિતી અનુસાર, રાત્રિના સમયે પાલિતાણા ચોકડી નજીક ધારાસભ્યના પુત્ર ગૌરવ ચૌહાણ અને અન્ય ઈસમોએ લાકડી વડે પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરજાહેર લાકડીઓ વડે માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો.

 

અકસ્માત બાબતે બોલાચાલી થઇ હતી:

વાત કરવામાં આવ એતો ભાવનગરના તળાજાના ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના દીકરા ગૌરાંગ ચૌહાણ અને કોન્સ્ટેબલ વચ્ચે વાહન અકસ્માત બાબતે બોલાચાલી થઇ હતી બાદ મામલો વધુ ઉગ્ર બનતા મારી મારી સુધી પહોંચી હતો અને બંને વચ્ચે છૂટાહાથે મારામારી શરુ થઇ હતી આ ઘટનાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થઇ ગયા છે. સમગ્ર ઘટનાને પગલે ગૌરાંગ ચૌહાણ દ્વારા કોન્સ્ટેબલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો બીજી બાજુ કોન્સ્ટેબલે પણ ગૌરાંગ ચૌહાણ સામે ફરિયાદો કરી છે. ગૌરાંગ ચૌહાણે કોન્સ્ટેબલ દ્વારા માર માર્યાની ફરિયાદ કરવામાં આવી છે.

પોલીસ કોન્સ્ટેબલ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, શૈલેષ ધાંધલ્યા નામનો પોલીસકર્મી ભાવનગર હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. ગઈ 3 તારીખે સવારના સમય દરમિયાન તેમણે બાઈક લઈને ભાવનગરથી ઘાટરવાળા લગ્ન પ્રસંગ માટે જવા નિકળ્યા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી એક ઈનાવા કારે તેમના બાઈક પાસેથી ટર્ન લેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને પોલીસકર્મી જમીન પર પડી ગયા હતા. ત્યાર પછી પોલીસકર્મીએ ઈનોવા કારનો પીછો કર્યો ત્યારે કાર ચાલકે કારને ઊભી રાખીને પોલીસકર્મીને મસમોટી ગાળો ભાંડી હતી અને પોતે ધારાસભ્યનો પુત્ર ગૌરાંગ ચૌહાણ હોવાનું કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *