સુરતના મોટા વરાછામાં ઝાડ પર ચડેલા શખ્સને બે સેકેંડમાં આંબી ગયું મોત- ડાળી કાપવા ઉપર ચડ્યો ત્યાં એવી ઘટના બની…

Youth electrocuted to death in Surat: આકસ્મિક ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યા છે. ત્યારે વધુ એક આકસ્મિક ઘટના ગુજરાત (Gujarat) ના સુરત (Surat)…

Youth electrocuted to death in Surat: આકસ્મિક ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યા છે. ત્યારે વધુ એક આકસ્મિક ઘટના ગુજરાત (Gujarat) ના સુરત (Surat) શહેર માંથી સામે આવી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક દુકાનદારને કરંટ લાગતા ઝાડ પર જ મોત કરુણ નીપજ્યું છે. દુકાન પર નડતી ઝાડની ડાળીઓ કાપવા ઉપર ચડેલા દુકાનદારને ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી કરંટ લાગતા દુકાનદારનું કરુણ મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા જીઇબીનો કાફલો તરતજ ઘટના સ્થળે આવી પહોચ્યો હતો.

સુરતમાં આવેલા મોટા વરાછા વિસ્તારમાં આશિષ પાઠક (ઉંમર વર્ષ 34) પરિવાર સાથે રહેતો હતો અને મોટા વરાછા વિસ્તારમાં પાનની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એક ઝાડની નીચે આશિષની દુકાન આવેલી છે. તેથી ઝાડની અમુક ડાળીઓ નડતી હોવાથી આજે આશિષ ઝાડની ડાળીઓ કાપવા માટે ઝાડ પર ચડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

કોઈપણ સાધન લીધા વિના જ આશિષ ઝાડની ડાળીઓ કાપવા માટે ઉપર ચડ્યો હતો. ત્યારે ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી અચાનક કરંટ લાગ્યા આશિષ ગંભીર રીતે દાઝી ગયો હતો. આશિષને ઝાડ પર જ લટકતો જોઇને આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને બૂમાબૂમ થઈ ગઈ હતી.

ત્યાર બાદ ત્યાં દોડી આવેલા લોકોએ આ સમગ્ર ઘટના વિષેની જાણ ફાયર વિભાગ અને જીઇબીને કરી હતી. ઘટનાની જાણ થતાની સાથેજ જેઈબી વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યાર બાદ ઝાડ પર લટકતા આશિષને નીચે ઉતારવાની આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેઈબી દ્વારા વીજ લાઇનનો પાવર બંધ કર્યા બાદ ફાયર વિભાગે આશિષને નીચે ઉતાર્યો હતો.

જયારે આશિષને ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યો ત્યાર બાદ તેની તપાસ કરતાં તેનું મોત થઈ ગયું હોવાનનું જણાવ્યું હતું. તેથી આશિષને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરિવારના દીકરાનું મોત થતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *