ઓપ્ટિકલ ઇલ્યુઝન() સાથેના ફોટા ઘણીવાર લોકોને વિચારવા પર મજબુર કરે છે. એક જ ચિત્ર તમને અને તમારા મિત્રને અગલ જ દેખાય છે. સોશિયલ મીડિયા પર એક નવી ઓપ્ટિકલ ઈલ્યુઝન તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં ઘણા ઘોડાઓ છે. ફોટામાં બરફીલા પહાડોમાં ઊભેલા ઘોડાઓનું જૂથ બતાવવામાં આવ્યું છે.
તમે આ ચિત્રમાં કેટલા ઘોડા જોયા છે? ચાર? પાંચ? સાત? જયારે ઘણા લોકોનું કહેવું છે કે આ ચિત્રમાં સાત ઘોડા છે, જેમાં કેટલાક આંશિક ઘોડાઓનો સમાવેશ થાય છે જેમ કે ઘોડાના માથા સાથેનો ઘોડો અને ઘોડાની પીઠ. ઘણા લોકોને આ ચિત્રમાં સાત ઘોડા લાગી રહ્યા છે. જયારે આ તસ્વીરમાં ડાબી બાજુએ એક ઘોડો દેખાય છે તેમજ ચાર ચહેરાઓ મધ્યમાં એક સાથે જોવા મળી રહ્યા છે.
તે જૂથમાંથી એકનું નાક ભૂરું છે (ડાબેથી બીજું). નીચે ઝૂકેલા ઘોડાના ચહેરાની જમણી બાજુને કવર કરે છે. જમણી બાજુએ એક નાનો ઘોડો ઉભો છે, અને તેની ઉપર સાતમા ઘોડાનો પાછળનો ભાગ છે. પિન્ટો નામની આ તસવીર કલાકાર બેવ ડૂલિટલની કૃતિ છે. પરંતુ હકીકતએ છે કે આ ચિત્રમાં કુલ પાંચ જ ઘોડા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.