કાયમ લોકો સાંભળતા હશે કે રાવણ બ્રાહ્મણ હતો પરંતુ તે હતો પરંતુ તે રાક્ષસી પ્રવૃત્તિ કરતો હતો. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે તે પૂર્વ જન્મમાં એક આદર્શ રાજા હતો. પરંતુ એવું તો શું થયું કે તેને રાક્ષસ રૂપમાં જન્મ લેવો પડ્યો. આવો આપણે જાણીએ કે રાવણ બ્રાહ્મણ હોવા છતાં પણ રાક્ષસ કેમ બન્યો.
રામાયણ અનુસાર કૈકઈ દેશમાં સત્યકેતુ નામનો એક રાજા હતો. તે ધર્મની પર ચાલવા વાળા તેજસ્વી પ્રતાપી બળશાળી રાજા હતો. તેના બે પુત્ર હતા એક નું નામ ભાનુપ્રતાપ અને બીજો અરીમર્દન હતો. રામાયણ અનુસાર પિતાના મૃત્યુ પછી ભાનુપ્રતાપ એ રાજકાજ સંભાળ્યું અને પોતાના રાજ્યના વિસ્તાર માટે યુદ્ધ શરૂ કરી દીધું.યુદ્ધ ના સમય દરમિયાન તેને ઘણા બધા રાજાઓને હરાવ્યા અને તેને તે રાજ્યો પર કબ્જો કરી લીધો. ભાનુ પ્રતાપ ના રાજમાં પ્રજા ખૂબ જ ખુશ હતી.
રામાયણ અનુસાર એક દિવસે ભાનુપ્રતાપ જંગલમાં શિકાર કરવા માટે જાય છે. પરંતુ જંગલમાં ભાનુ પ્રતાપ એ હરાવ્યા તે રાજા હતા. તે મુનિને ભાનુપ્રતાપ ઓળખી ન શક્યા પરંતુ મુનિએ તેને ઓળખી લીધા હતા. ભાનુ પ્રતાપ એમના પાસે એક રાત માટે ની શરણ માંગી. મુની ની વાતોથી ભાનુપ્રતાપ ખૂબ જ પ્રભાવિત થયા.
રામાયણ અનુસાર મુનિને ભાનુપ્રતાપ એ વિશ્વ વિજયી થવાના ઉપાય વિશે પૂછ્યું. ભાનુ પ્રતાપ એ તેના સવાલના પછી મુનિ પાસે મોકો હતો કે તે યુદ્ધમાં મળેલી હારનો બદલો લઇ શકે. મુનિએ રાજાને કહ્યું કે તે હજાર બ્રાહ્મણોને ભોજન કરાવશે તો તે વિશ્વ વિજયી બની જશે. તેની સાથે જ મુનિએ કહ્યું કે હું ભોજન બનાવું એ તું પિરસજે
ત્યારબાદ ત્યાંથી ભાનુપ્રતાપ ચાલી ગયો. થોડાક સમય બાદ મુનિને ભાનુપ્રતાપ ને ત્યાં ભોજન બનાવવા માટે જવાનું હતું. પરંતુ તે ન જઈ ને રાક્ષસ કાળા કેતુને પોતાનું રૂપ ધારણ કરાવી ને મોકલી દીધા. રામાયણના અનુસાર આ રાક્ષસ પણ ભાનુ પ્રતાપ થી બદલાવ લેવાનો ઈચ્છતા હતા.
કાળા કેતુએ ભાનુ પ્રતાપ ને ત્યાં જઈને ભોજન બનાવ્યું અને તેમાં માસ ભેળવી દીધું હતું. ભોજન પીરસવામાં આવી રહ્યું હતું ત્યારે આકાશવાણી થઇ અને તેમાં કહેવામાં આવ્યું કે ભોજન ખાવા વાળા નો ધર્મ નષ્ટ થઈ જશે. તેના પછી બ્રાહ્મણ ક્રોધિત થઈ ગયા અને ભાનુપ્રતાપ ને શ્રાપ દીધો કે આગલા જન્મમાં પરિવાર સમેત રાક્ષસ બનીશ. ભાનુ પ્રતાપ ને બધું સમજાય ત્યાં તો બહુ જ મોડું થઈ ગયું હતું. ધીરે ધીરે તેનો રાજપાટ ચાલ્યો ગયો અને તે યુદ્ધમાં માર્યો ગયો. ત્યારબાદ આગલા જન્મમાં ભાનુપ્રતાપ રાક્ષસ બની ગયો.