કોરોનાવાયરસથી આખી દુનિયામાં ભયનો માહોલ છે. ભારતમાં પણ કોરોનાવાયરસ ને લઈને ડરનો માહોલ છે. તેમજ કોરોનાવાયરસ ના તાર ચીનના વુહાનના મટન માર્કેટ સાથે જોડાયેલા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ કારણે અફવાઓએ પણ માર્કેટ ખૂબ ગરમ કર્યું છે કે ચીકન ખાવાથી પણ ફેલાઇ શકે છે. જેના કારણે આની અસર દેશના ઘણા શહેરોના મટન માર્કેટ પર પડી છે.
આવો જ એક મામલો હિમાચલ પ્રદેશ માંથી સામે આવ્યો છે જ્યાં ભાખડા ડેમ અને ગોવિંદ સાગર તળાવમાં થનારી લાખો રૂપિયાની માછલીઓ મેં કોરોનાવાયરસ ને લીધે ખાડો ખોદી જમીનમાં દાટી દેવામાં આવી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્રજાતિની માછલી પંજાબ, હરિયાણા અને દિલ્હીના લોકો ખૂબ પસંદ કરે છે. કોરોનાવાયરસ ના કારણે લોકોએ માસ ની ખરીદી ઓછી કરવા લાગ્યા છે. જેના કારણે બહારના રાજ્યોમાં માછલીની સપ્લાય નથી થઈ રહી. ત્યારબાદ સ્થાનિક વેપારીઓએ લાખો રૂપિયાની માછલીઓને માટીમાં દાટી દેવાનો નિર્ણય લીધો છે.
કોરોનાવાયરસના કારણે હિમાચલ પ્રદેશના લગભગ ૧૫,૦૦૦ માછીમારોએ આર્થિક નુકશાનનો સામનો કરવો પડ્યો છે. કોરોનાવાયરસની મહામારીના કારણે હિમાચલ પ્રદેશમાં મત્સ્ય ઉદ્યોગ, મરઘાપાલન કેન્દ્ર સંપૂર્ણ રીતે ખરાબ થઇ ચુક્યા છે.
માછીમારીના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને આર્થિક રીતે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેમજ માછીમાર વર્ગ માટે હવે રોજીરોટીનો સંકટ આવી પડયું છે.હાથી મારી વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ સરકાર પાસે માંગણી કરી છે કે માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા વર્ગને સહાયતા કરવામાં આવે. સાથે જ કોઈ વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવે. આ સાથે જ તેમની માગણી છે કે આર્થિક રીતે પહોંચેલા નુકસાનની ભરપાઈ પણ કરવામાં આવે.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/