જાણો કેમ મોદી સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ પર GST લાગુ નથી કર્યું? સરકારના આ ગણિતને કારણે સતત વધી રહ્યા છે ભાવ

હાલના સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોચ્યા છે. ભાવમાં એટલો વધારો આવ્યો છે કે, લોકો વિચાર કરી રહ્યા છે કે, આજે પુરાવવું કે નહિ? એક અહેવાલ અનુસાર ઓપેક અને બીજા દેશોએ ક્રૂડતેલના ઉત્પાદનમાં એપ્રિલ સુધી ઘટાડો કરવાની ફરી જાહેરાત કરી છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ પણ વધારો થઇ શકે છે. આ પગલાને કારણે દેશના અમુક ભાગોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે. સરકારની આશા હતી કે આગામી દિવસોમાં ક્રુડનું ઉત્પાદન વધતા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો આવશે પરંતુ તે આશા પર પાણી ફરી વળ્યું છે.

હાલ દેશમાં પેટ્રોલની કિંમત છે તેમાંથી ૬૦ ટકા ટેક્સ નાખવામાં આવ્યો છે. લોકોની નારાજગી દુર કરવા માટે આગામી દિવસોમાં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાન, આસામ મેઘાલય અને પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકારે વેટ માં એક થી સાત નો ઘટાડો કર્યો છે.

બીજી તરફ એવી પણ ચર્ચા થઇ રહી છે કે, જો સરકારે પેટ્રોલ જીએસટીના દાયરામાં લાવે તો પેટ્રોલના ભાવ ઘટી શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મુખ્ય સલાહકાર સોમ્યકાંતિ ઘોસ અને તેમની ટીમે એકોરેપના તાજેતરના અંકમાં લખ્યું છે કે, જો સરકાર પેટ્રોલ ને જીએસટીના દાયરામાં લાવે છે તો તેના ભાવ 75 રૂપિયા સુધી નીચે આવી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સ્તરીય ટેક્સ અને વેરા પર વીરાને કારણે ભારતમાં પેટ્રોલિયમ પદાર્થોના ભાવ દુનિયામાં સૌથી વધારે છે.

પટ્રોલ અને ડીઝલના ભાવને જીએસટીના દાયરામાં લાવવામાં લાવે તો પેટ્રોલની કિંમત 75 રૂપિયા સુધી અને ડીઝલની કિંમત 98 રૂપિયા સુધી આવી શકે છે. સરકાર આવું કરે છે તો કેન્દ્ર અને રાજ્ય સરકારને એક લાખ કરોડ રૂપિયાની આવક નુકસાન થશે. જે જીડીપીના 0.4 ટકા છે. હાલમાં દરેક રાજ્ય પેટ્રોલ અને ડીઝલ પર પોતાની જરૂરિયાતના હિસાબે મૂલ્યવર્ધન કર લગાવે છે. જ્યારે કેન્દ્ર તેની ઉપર ઉત્પાદન વેરા અને અન્ય કર વસૂલે છે.

જેના કારણે દેશના ઘણા ભાગોમાં પેટ્રોલના ભાવ 100 સુધી પહોંચી ગયા હતા. નિષ્ણાતોનો દાવો કે, જીએસટી પ્રણાલી લાગુ કરતી વખતે પેટ્રોલ-ડીઝલને પણ તેના દાયરામાં લાવવાની વાત કરાઈ હતી. જોકે હજી સુધી એવું નથી થયું. પેટ્રોલ-ડીઝલના ભાવ ની આ નવી ટેક્સ પ્રણાલીમાં લાવવાથી તેના ભાવમાં રાહત મળી શકે છે. એસબીઆઇ કહેવું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ક્રુડ ઉત્પાદનોની જીએસટીના દાયરામાં લાવવા નથી માગતી. કારણ કે પેટ્રોલિયમ ઉત્પાદન ઉપર વેચાણવેરો વેત વગેરેને કારણે સરકારની આવકનો મોટો સ્ત્રોત છે. આ પ્રકારની બાબતોમાં સરકારની રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે, જેને કારણે હજી સુધી ક્રુડ ઓઇલને જીએસટીના દાયરામાં નથી લાવી શકાયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *