જે સુનિતા યાદવના સમર્થનમાં અસંખ્ય લોકો આવ્યા તે કેમ જાહેરમાં નથી આવી રહી?

સુરત: મહિલા પોલીસ સુનિતા યાદવ અને મંત્રીનો વિવાદ મામલો, વરાછા પોલીસે મંત્રી કુમાર કાનાણીના પુત્ર સામે ગુનો નોંધ્યો, પ્રકાશ કાનાણી અને તેમના અન્ય મિત્રો સામે કરફ્યુ ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુનિતા યાદવે વિડીયો ઉતારીને ચકમક કરી ત્યારબાદ હજી સુધી ક્યાય જાહેર માં આવી નથી.

સુરતમાં રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે બબાલ થઇ હતી. રાત્રે કર્ફ્યૂના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સુનિતા યાદવે પ્રકાશ કાનાણીને સવાલો કર્યા હતા, ત્યારબાદ બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. સુનીતાના એક રેકોર્ડીંગમાં દાવો કરાયો છે કે, પ્રકાશ કાનાણીએ 365 દિવસ ફરજ માટે ઉભી રાખવાની ચીમકી આપી છે. પણ આ બાબતે તેણે ઉતારેલા વિડીયોમાં ક્યાય સ્પષ્ટતા થતી નથી.

ઉલ્લખનીય છે કે તેના ઉપરી  અધિકારીઓએ સુનિતા સાચી હોવા છતા પક્ષ ન લેતા તેને રાજીનામું આપ્યું હતું. પ્રકાશ કાનાણી અને સુનિતા યાદવ વચ્ચેની બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ઉલ્લેખનીય છે કે સુનીતાએ આ ઘટનાનો વિડીયો ઉતારીને કાર્યવાહી કરી નહોતી. પોલિસની ફરજ છે કે તેણે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. નહી કે કોઈની શેહ શરમ રાખવી.

આ ઘટના બાદ ટ્વીટર અને ફેસબુકમાં સુનીતા યાદવ તરફે લોક સમર્થન દેખાય રહ્યું છે. પૂર્વ પોલીસ અધીકરીઓ પણ તેના સમર્થનમાં આવ્યા છે, પરંતુ હજુ સુધી સુનીતાએ પોતાની સાથે શું થયું તે બાબતે ઘટસ્ફોટ કરવા જાહેરમાં ન આવીને કેટલાય સવાલો ખડા કર્યા છે.

During my Service, I saw SPs whose Caliber was worst than that of Constables, while, I also saw Constables who would have become better SPs given the Opportunity. #i_support_sunita_yadav & appreciate Her Courage & Commitment. Violators of Law must be booked whosoever they may be.

વાઈરલ થયેલા વિડીયોમાં કુમાર કાનાણી કહે છે કે તમે કાયદેસર કાર્યવાહી કરો. સાથે સાથે પોતાના પુત્ર દ્વારા MLA ગુજરાતના બોર્ડ કઢાવવા મુદ્દે પણ કહ્યું કે મારો દીકરો છે, મારી ગાડી લઈને આવ્યો છે તો બોર્ડ તો હોય જ, એમાં શું ખોટું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ રેન્કના કર્મચારીઓ પણ ગાડી માં પોલીસ લખાવતા હોય છે અને નાના સંગઠનના પ્રમુખો પણ પોતાના ઘરની તમામ ગાડીઓમાં પ્રમુખ, મંત્રી હોવાના પાટિયા લગાવતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *