સુરત(ગુજરાત): તાજેતરમાં સુરતના વેલંજા ગામના યુવાને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર યુટયુબ ચેનલની લિંક બનાવી રાજ્યના મુખ્યમંત્રીના અલગ અલગ વિડીયો અને ઓડીયો એડિટ કરી તેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કોમેન્ટ કરતાં એલસીબી દ્વારા કામરેજ પોલીસમાં યુવાન વિરુધ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ અને બદનક્ષી કરવા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં છે.
સુરત એલસીબી પી.આઈ બી.કે. ખાચર દ્વારા કોરોના મહામારી સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી દેશની સુરક્ષા, સલામતી તથા શાંતિ ન જોખમાય તે માટે સોશીયલ મીડીયામાં થતાં વાંધાજનક મેસેજ, પોસ્ટ, ફોટો, વિડિયો મેસેજ પર સતત વોચ રાખવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જાણવા મળ્યું છે કે, કોરોના મહામારી સમયમાં સોશિયલ મીડિયાના અલગ પ્લેટફોર્મ પર થતી કોમેન્ટો પર ગુપ્ત રીતે વોચ રાખતાં સુરતના લસકાણાના શિવમ બારોટ નામના યુવાને યુટયુબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની અર્બન ગુજ્જુ નામની ચેનલ બનાવી તેમાં રાજ્યના મુખ્યમંત્રીને લોકોમાં નીચા બતાવવા અને હાસ્યાસ્પદ વ્યક્તિ તરીકે દર્શાવી અલગ અલગ પોસ્ટ કરેલી જે તમામ પોસ્ટ અંગે તપાસ કરતા તા. 12 જૂન 2018ના રોજ ચેનલ ક્રિએટ કરી હતી. જે ચેનલમાં જોતા તેમાં અલગ અલગ વિડીયો પોસ્ટ કરેલા હતા.
આ વિડીયોમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના એડિટ કરેલા બે વીડિયો પોસ્ટ કરેલા હતા. વિડિયો એડિટ કરી વિજય રૂપાણીને ફન્ટ કવરમાં બતાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીના ફોટા એડિટ કરી મુકેલા હતા. આ ઉપરાંત તેમાં નરેન્દ્ર મોદીની પદ પ્રતિષ્ઠાને હાની પહોચાડવાના ઈરાદે બનાવતી ઇલેક્ટ્રોનીક રેકોર્ડ બનાવીને ફોટા પોસ્ટ કરેલા હતા જેમાં ભાજપ વિરુદ્ધમાં નાલાયક ગાળોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે વીડિયોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના દર્દી સાથે વિડીયોકોલથી વાતચીત કરેલી તેમાં એડિટ કરી ડ્રેગન ફ્રુટનું નામ આપ્યું છે તેનો વિડીયો પણ એડિટ કરેલા જોવા મળ્યા હતા.
આ ઉપરાંત, નરેન્દ્ર મોદીના ફોટા પાસે ગધેડાનો ફોટો મૂકી એડીટીંગ કરીને તે પોસ્ટમાં લખ્યું હતું કે સાહેબ ગધેડા પાસે પ્રેરણા લે છે. તેમજ મોદીજી અને અમીતશાહનો ફોટો અપલોડ કરી તેમાં લખાણ લખ્યું હતું કે,” આ કે મારે સુરતના વરાછામાં પાછુ lokdown કરવું, તારો બાપ મારી નાખશે હીરા ઘસુ 6 મહિના ગામડે બેસીને આવ્યા, હવે તો બંનેને સળગાવી દેશે એટલા ખીજમાં છે.”
બનાસકાંઠાના બટેટા બનાવી વીડિયોમાં કોમેન્ટ કરી રાહુલ ગાંધી અને ફાયફેન્સી શબ્દ બોલતા મુખ્યમંત્રીના વિડીયો એડિટ કરેલા હતા. મુખ્યમંત્રીના ભ્રષ્ટાચાર બાબતના એડિટ કરેલા વિડિયોમાં અલગ અલગ કોમેન્ટ પણ કરેલી હતી. તેમજ બીજો વીડિયોમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રેસ કોન્ફરન્સમાં કોમેન્ટ કરેલી હતી. તમામ વિડીયો ચેક કર્યા બાદ એલસીબી પીએસઆઇ વી.આર. દેસાઈ દ્વારા કામરેજ પોલીસમાં શિવમ બારોટ વિરુધ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ તેમજ બદનક્ષી કરવા અંગે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.