‘ડોક્ટર્સ ડે’ પર વડાપ્રધાન મોદીનું સંબોધન: ડોકટરના બલિદાનને કર્યા નમન અને જણાવતા કહ્યું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોક્ટર્સ ડે નિમિત્તે દેશભરના તબીબોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોરોના મહામારી દરમિયાન આપના ઘટા ડોક્ટરોએ જેવી રીતે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોક્ટર્સ ડે નિમિત્તે દેશભરના તબીબોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોરોના મહામારી દરમિયાન આપના ઘટા ડોક્ટરોએ જેવી રીતે દેશની સેવા કરી છે તેમાંથી એક પ્રેરણા લેવાની જરૂર છે. 130 કરોડ ભારતીયોના તમામ ડોકટરોનો આભાર વ્યક્ત કરું છું. ડોક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે, ડોકટરોએ લાખો લોકોનો જીવ બચાવ્યો છે. ઘણા ડોકટરોએ પણ તેમના અથાક પ્રયત્નોમાં પોતાનો જીવનું બલિદાન આપી દીધું છે. હું તે તમામ ડોક્ટરને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સરકારે આરોગ્ય સંભાળ માટે પ્રાથમિકતા આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગયા વર્ષે કોરોનાની પહેલી લહેર દરમિયાન અમે સ્વાસ્થ્ય માટે 15,000 કરોડ રૂપિયા ફાળવ્યાં હતા. આ વખતે સ્વાસ્થ્ય સેવા માટે 2 લાખ કરોડનું વધારે બજેટ ફાળવ્યું છે. જેને લીધે ખુબ જ ફાયદો થશે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દેશમાં ખુબ જ નવી એઈમ્સ હોસ્પિટલો શરુ કરવામાં આવી રહી છે. સાથે જ નવી મેડીકલ કોલેજો પણ બનવવામાં આવી રહી છે અને આધુનિક હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર પણ ઉભા કરવામાં આવી રહ્યા છે. 2014માં ફક્ત 6 એઈમ્સ હતી જયારે 7 વર્ષમાં 15 નવી એઈમ્સનું કામ શરુ કરવામાં આવ્યું છે. મેડીકલ કોલેજની સંખ્યા પણ અંદાજે દોઢ ગણી વધી ચુકી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે તબીબો યોગનો અભ્યાસ કરે છે તો આખી દુનિયા તેને ગંભીરતાથી લે છે. નરેન્દ્ર મોદીએ ડોક્ટરોને જણાવ્યું છે કે જેટલી મોટી સંખ્યામાં તમે દર્દીઓની સેવા કરો છો, તે મુજબ તમે પહેલેથી જ દુનિયામાં આગળ છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *