વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ સામે નોંધાય FIR, આ નિયમ તોડવા પર પોલીસની કાર્યવાહી

FIR on Virat Kohli Restaurant: T20 વર્લ્ડ કપની જીતની ઉજવણી બાદ વિરાટ કોહલી લંડન જવા રવાનો થયો હતો અને તે હાલમાં લંડનમાં છે. પરંતુ, અહીં ભારતમાં વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ(FIR on Virat Kohli Restaurant) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ મામલો બેંગલુરુમાં વિરાટ કોહલીની વન8 કોમ્યુન રેસ્ટોરન્ટ સાથે સંબંધિત છે,

જેના સંદર્ભમાં બેંગલુરુ પોલીસે કેસ નોંધ્યો છે. હવે સવાલ એ છે કે પોલીસે કેમ કાર્યવાહી કરી? બેંગલુરુ પોલીસે તેમના શહેરના એમજી રોડ પર સ્થિત રેસ્ટોરન્ટ સામે એફઆઈઆર કેમ નોંધી?

તો આનો જવાબ ત્યાં મોડી રાત્રે બનેલી ઘટના સાથે જોડાયેલો છે, જેના પછી પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. શહેરના ડીસીપી સેન્ટ્રલે બેંગલુરુમાં વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ સામે કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપી છે.

વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ સામે કેમ નોંધાઈ FIR?
 ડીસીપી સેન્ટ્રલએ જણાવ્યું હતું કે તેઓએ બેંગલુરુમાં 3-4 પબ સામે કેસ નોંધ્યો છે, જેની સામે તેમને ફરિયાદ મળી હતી કે તેઓ રાત્રે 1.30 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. અમને ત્યાંથી મોટેથી મ્યુઝિક વગાડવાની ફરિયાદ મળી હતી. શહેરમાં પબનો સમય માત્ર રાત્રે 1 વાગ્યા સુધી જ ખુલે છે, તે પછી નહીં.

દેશના ઘણા શહેરોમાં One8 કોમ્યુન ચેઇન
વિરાટ કોહલી One8 Commune ના નામથી દેશના ઘણા શહેરોમાં રેસ્ટોરન્ટ અને પબની ચેઈન ધરાવે છે. બેંગલુરુ અને મુંબઈ ઉપરાંત ગયા વર્ષે જ વિરાટે ગુરુગ્રામમાં પણ આ નામની રેસ્ટોરન્ટ ખોલી છે.