ગુજરાત(Gujarat): એક બાજુ ગુજરાતની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ને કારણે PM મોદી(PM Modi) સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. જેમાં જાણીતા અભિનેતા અને ભાજપ(BJP)ના નેતા અને પૂર્વ સાંસદ પરેશ રાવલ(Paresh Rawal) દ્વારા ચૂંટણી પ્રચારમાં બંગાળીઓ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી. જે અંગે હવે પરેશ રાવલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પરેશ રાવલ વિરુદ્ધ IPC કલમ 153 (દંગા ભડકાવવાના ઈરાદા સાથે ઉશ્કેરણી), 153A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 153B (ભાષાકીય અથવા વંશીય જૂથોના અધિકારોથી વંચિત રાખવું), 504 (ઉશ્કેરણી) 505 હેઠળ ઈરાદાપૂર્વક કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવ એમડી સલીમે પરેશ રાવલ વિરુદ્ધ તેમની બંગાળી વિરોધી ટિપ્પણી બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. સલીમે આરોપ લગાવતા કહ્યું હતું કે, પરેશ રાવલની આ ટિપ્પણી ઉશ્કેરણીજનક છે અને હુલ્લડો, દંગાઓ ભડકાવી શકે છે અને બંગાળીઓ અને અન્ય સમુદાયો વચ્ચે સંવાદિતાને નષ્ટ કરી શકે છે.
મહત્વનું છે કે, ગુજરાતમાં ભાજપ માટે પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન પરેશ રાવલે જણાવતા કહ્યું હતું કે, રાંધણ ગેસ મોંઘા છે પણ ભાવ ઘટી જશે. લોકોને રોજગારી પણ મળશે પરંતુ જો રોહિંગ્યા પ્રવાસી અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી નજીક રહેવા લાગે તો શું થશે? ગેસ સિલિન્ડરનું તમે શું કરશો? બંગાળીઓ માટે તમે ફિશ બનાવશો? 2 ડિસેમ્બરના રોજ પરેશ રાવલે માફી માંગી હતી. પરેશ રાવલે કહ્યું હતું કે, નિવેદન ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓના સંદર્ભમાં છે.
તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણીના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે ખરેખરીનો જંગ જામ્યો છે. આવતી કાલે ચુંટણીનું પરિણામ જાહેર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.