ગ્રહો અને નક્ષત્રો જોઈને અંબાલાલ પટેલે કરી વધુ એક મોટી આગાહી -આગામી 5 દિવસ જળબંબાકાર થશે ગુજરાત

Gujarat weather forecast by ambalal patel: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી કે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં આ સિસ્ટમ મજબૂત બનશે અને ગુજરાતના અનેક ભાગોમાં જળબંબોળ કરી નાંખશે, એવું મારું માનવું છે. વાતાવરણની સાનુકૂળતા(Gujarat weather forecast by ambalal patel) અને ગ્રહો-નક્ષત્રો પ્રમાણે પણ વરસાદની સિસ્ટમ જણાઇ આવે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, અગામી 48 કલાકમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ રહેશે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે અતિભારે વરસાદની શક્યતા રહેશે. તો રાજકોટના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે.

ગુજરાતમાં વરસાદ વિશે આગાહી કરતા તેમણે છે કે, આગામી 48 કલાકમાં કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠાના ભાગો પાટણના ભાગો અરવલ્લી, સાબરકાંઠાના ભાગો અને મેહસાણાના ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અમદાવાદના ભાગો સુધી તેમજ સૌરાષ્ટ્રના ભાગો લીંબડીથી લઈને ચોટીલાના ભાગોમાં વરસાદ થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. તો નર્મદાના ઘણા ભાગોમાં વરસાદ વધુ થતા નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી છે.તેમજ સાબરમતી નદીમાં પણ આવરો આવશે.

માહિતી અનુસાર, રાજ્યના 207 જળાશયોમાં 39.97 ટકા પાણી સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.85 ટકા પાણી છે. તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 31.45ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 33.41ટકા પાણી સંગ્રહ થયુ છે. તો કચ્છના 20 ડેમમાં 48.48 ટકા પાણીનો જથ્થો છે.

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 20.75 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં ધીમે ધીમે પાણીની આવક વધી રહી છે. સરદાર સરોવર ડેમમાં 51.61ટકા પાણી સંગ્રહ થઈ ગયો છે. આ ઉપરાંત કચ્છના 4 અને સૌરાષ્ટ્રનો 1 ડેમ છલોછલ પાણીથી ભરાઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *