પરિવાર ઘોર નિંદ્રામાં હતો અને અચાનક ઘરમાં લાગી આગ- વડોદરાની આ ઘટનાએ પરિવારના ચાર સભ્યોને..

હાલમાં રાજ્યમાં ઘણી જગ્યાએ આગ લાગવાની ઘણો સામે આવી રહી છે. ગઈકાલે જ અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં જ આગ લાગી હતી. આ આગમાં કુલ 8 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. આવી જ ઘટના હાલમાં સામે આવી રહી છે. આ ઘટના વડોદરા શહેરમાંથી સામે આવી રહી છે.

વાસણા રોડ પર આવેલ વેદ એપાર્ટમેન્ટનાં એક મકાનમાં આજ સવારે જ શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી. આગને લીધે ધૂમાડાનાં ગોટેગોટા ઉડતાં પણ જોવાં મળ્યા હતાં. આગ લાગી હતી એ સમયે સમગ્ર પરિવાર ઘરમાં જ ઊંઘી રહ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ પણ દોડી ગઇ હતી તેમજ ગોસાઇ પરિવારનાં કુલ 4 સભ્યોને રેસ્ક્યૂ કરીને બહાર પણ કાઢ્યા હતાં.

વડોદરા શહેરમાં આવેલ વાસણા રોડ પર ગોકુલ પાર્ટી પ્લોટ પાસે વેદ એપાર્ટમેન્ટનાં ત્રીજા માળ પર આવેલ મકાન નં-301માં પંકજગિરી ગોસાઇ પત્ની જયશ્રીબેન, માતા સવિતાબેન તથા ફૂવા દાદા ભગવાનગિરી ગોસાઇની સાથે જ રહે છે. પંકજભાઇ પણ એક સિવિલ એન્જિનિયર છે.

આજ સવારે જ પરિવારનાં બધાં જ સભ્યો ઊંધી રહ્યા હતા. એ સમયે મકાનનાં ડ્રોઇંગ રૂમમા શોર્ટ સર્કિટને લીધે અચાનક જ આગ લાગી ગઈ હતી. આ સમયે પંકજભાઇ વોશરૂમમાં જવા માટે જાગ્યા હતાં. જેનાંથી તેઓએ ડ્રાઇંગ રૂમમાં લાગેલ આગને જોતા જ બેડરૂમમાં સુતેલ પત્ની તથા માતા તેમજ બાજુનાં રૂમમાં સુતેલ ફૂવા દાદાને જગાડીને બહાર કાઢીને  ગેલેરીમાં જ બેસાડી દીધા હતાં.

ડ્રોઇંગ રૂમમાં આજ સવારે જ 6 વાગ્યાની આજુબાજુ આગ લાગી હતી. જેને લીધે સમગ્ર પરિવારમાં દોડધામ પણ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ સિક્યુરિટી ગાર્ડે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેને લીધે વડીવાડી ફાયર બ્રિગેડનાં જમાદાર પ્રવિણ સિસોદિયા સહિતનો સમગ્ર સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો તેમજ આગ પર પણ કાબૂ મેળવ્યો હતો. પરિવારનાં કુલ 4 સભ્યોને પણ ફ્લેટની બહાર કાઢી લીધાં હતાં.

સમયસર આગ બુઝાવી દેતાં જ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. મકાન માલિક પંકજગિરી ગોસાઇએ જણાવતાં કહ્યું હતું કે, હું જયારે સવારમાં જાગ્યો એ સમયે ઘરનાં ડ્રોઇંગ રૂમના સોફામાં લાગેલ આગને જોઇ હું ખુબ જ ચોકી ઉઠ્યો હતો. મારા પરિવારજનોને ઘરમાં સુરક્ષિત જગ્યાએ પણ મુકી આવ્યો હતો. જો, કે ફાયર બ્રિગેડની ટીમ સમયસર આવી જતાં આગ પર પણ કાબૂ મેળવિ લીધો હતો તેમજ અમને પણ બચાવી લીધા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *