સુરતથી શ્રમીકોને લઇ જતી ટ્રેન 20 ડબ્બા અધવચ્ચે મૂકીને જ જતી રહી- જુઓ કેવો અફરાતફરીનો માહોલ સર્જાયો

કોરોના વાઇરસને લઇને લોકડાઉન વચ્ચે ફસાયેલા સુરતના શ્રમિકોને તેમના વતન મોકલવા સ્પેશિયલ ટ્રેનો શરુ થઇ છે. જેથી ગઈ કાલે સુરતથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જવા નીકળેલી…

કોરોના વાઇરસને લઇને લોકડાઉન વચ્ચે ફસાયેલા સુરતના શ્રમિકોને તેમના વતન મોકલવા સ્પેશિયલ ટ્રેનો શરુ થઇ છે. જેથી ગઈ કાલે સુરતથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જવા નીકળેલી ટ્રેન સાથે એક એવી વિચિત્ર ઘટના બની છે. આ ટ્રેન આજે ઉત્તર પ્રદેશના ભટોલી રેલવે સ્ટ્રેશનથી 3 કિલોમિટર દૂર હતી ત્યારે સવારે સાત વાગ્યે અચાનક એન્જીન 3 ડબ્બા લઇને આગળ નીકળી ગયું અને પાછળ 20 ડબ્બા રહી ગયા હતા. આ ઘટનાએ લઇને પાણી વગર તરસ્યા શ્રમિકોએ ટ્રેનમાં હંગામો મચાવતા ટ્રેન ગાર્ડ દ્વારા નજીકના સ્ટેશન માસ્તરને જાણકારી આપી હતી.

ગરીબ શ્રમિકો પાસેથી ટ્રેનનું ભાડું વસુલાતું હોવાથી તેઓ પહેલેથી જ પરેશાન હતા. ત્યારે ગતરોજ સુરતથી એક ટ્રેન ઉત્તર પ્રદેશ શ્રમિકોને લઇને પ્રયાગરાજ જવા નીકળી હતી તેની સાથે એવી એક ઘટના બની હતી જેને લઇને શ્રમિકો હેરાન થવાની સાથે હંગામો મચાવ્યો હતો. આ ટ્રેન આજે સવારે ઉત્તર પ્રદેશના ભટોલી રેલવે સ્ટેશનથી 3 કિલોમિટર દૂર હતી તે સમયે એન્જીન સાથે 3 ડબ્બા પછીના ડબ્બા છૂટા પડી જતા એન્જીન 3 ડબ્બા લઇને નીકળી ગયું હતું અને પાછળ 20 ડબ્બા રસ્તે રહી ગયા હતા. રેલવેની ગંભીર બેદરકારી સામે આવી હતી. જોકે, અન્ય કોઈ ટ્રેન નહીં આવતા મોટી જાનહાની થતા અટકી ગઈ હતી.

ઘટનાની જાણકારી થતા 20 ડબ્બામાં રહેલ શ્રમિકો ટ્રેનની બહાર આવીને હંગામો મચાવ્યો હતો. જેને લઇને ટ્રેનના ગાર્ડે નજીકના રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને ઘટનાની જાણકારી આપી હતી. વતન જવા માટે હેરાન થયા હવે શ્રમિકો અહીંયા પણ હેરાન થયા હતા. કારણકે પાણી વગર તેમની હાલત સતત બગાડી રહી હતી. જોકે, સવારે 7 વાગ્યે બનેલી ઘટના બાદ 11 વાગ્યે અન્ય એન્જીનની મદદથી આ ટ્રેન ફરી શ્રમિકોને લઇને પ્રયાગરાજ જવા નીકળી હતી.

આ લોકડાઉનમાં સૌથી વધુ માઠી અસર ગરીબ શ્રમિકો પર પડી છે. તેમનો રોજગાર છિનવાઈ ગયો, ખાવા-પીવાના ફાંફા પડી ગયા, વતને જવાની ટ્રેન શરુ થઇ તો ટિકિટના પૈસા શોધવા ડાફોળીયા મારવા પડ્યા. આ બધી પરિસ્થિતિ માંથી માંડ નીકળ્યા ત્યાં આવી ઘટના બની. સરકાર કદાચ આ મજુર વર્ગના વોટ ભૂલી ગઈ લાગે છે અથવા તો તેમને આ મજૂરોની ચિંતા નથી. જો ચૂંટણી પહેલા કોરોના મહામારી આવી હોત તો કદાચ આ શ્રમિકોની પરિસ્થિતિ જુદી હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *