બે ટ્રેલર વચ્ચે ભયંકર અથડામણ થતા ફાટી નીકળી ભીષણ આગ, ત્રણ લોકો જીવતા ભડથું થયા

જોધપુર(Jodhpur): રાજસ્થાન (Rajasthan)ના જોધપુર જિલ્લાના શેરગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર (Shergarh police station area)માં સોમવારે મોડી રાત્રે 2 ટ્રેલરની ભયાનક અથડામણ બાદ હૃદયદ્રાવક અકસ્માત (Accident)માં 3 લોકોના કરુણ મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં પહોંચેલી પોલીસે ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બધું બળીને ખાખ થઈ ગયું હતું. હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી. આગના કારણે હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો. જામ ખોલવામાં પણ પોલીસને ઘણો પરસેવો પાડવો પડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સોમવારે મોડી રાત્રે શેરગઢ-સોઇન્ત્રા રોડ પર થયો હતો. ત્યાં 2 ટ્રેલરની ટક્કર બાદ તેમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. ટૂંક સમયમાં જ બંને ટ્રેલર આગના ગોળામાં ફેરવાઈ ગયા. આગની ઘટના બાદ હાઇવે પર સનસનાટી ફેલાઇ ગઇ હતી. માહિતી મળ્યા બાદ શેરગઢ એસએચઓ દેવેન્દ્ર સિંહ પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને અકસ્માતની જાણ કરી. જે બાદ જોધપુર અને બાલોત્રાથી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી.

હાઈવે પર લાંબો જામ:
લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જે બાદ જાણવા મળ્યું કે ટ્રેલરમાં સવાર ત્રણ લોકો અકસ્માતમાં જીવતા સળગી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ટક્કર બાદ ટ્રેલરમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે કોઈ કંઈ કરી શક્યું નહીં. મોડી રાત સુધી નાયબ પોલીસ અધિક્ષક અને શેરગઢ પોલીસ અધિકારી સ્થળ પર હાજર હતા. આગના કારણે હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો.

મૃતકોની ઓળખ થઈ શકી નથી:
ટ્રેલરમાં સવાર લોકોના મૃતદેહ ગંભીર રીતે દાઝી જવાને કારણે તેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ ટ્રેલરના નંબરના આધારે આ ટ્રેલર ક્યાંથી આવ્યું અને ક્યાં જઈ રહ્યું હતું તે શોધી રહી છે. જોકે, ટ્રેલરના નંબરના આધારે સર્ચ કરતાં કેટલાક મોબાઈલ નંબર પોલીસને મળી આવ્યા છે. પોલીસ તે નંબરોની પૂછપરછમાં વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *