Rajkot Fire Incident: રાજકોટના ટી.આર.પી. ગેમઝોનમાં લાગેલી આગને લોકો હજુ ભૂલી શક્યા નથી. ગેમઝોનમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગ (Rajkot Fire Incident) અને સરકાર દ્વારા નિયમોને કડક બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના નાકરાવાડી નજીક આવેલી વેફર બનાવતી કંપની આગ લાગતાં અફરા-તફરી મચી જવા પામી છે. વહેલી સવારે 9:30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે.
કંપની આગ લાગતાં અફરા-તફરી મચી
રાજકોટની વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં આગ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગ ઓલવવા માટે સતત એક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પરંતુ આગ વિકરાળ હોવાથી લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાખ થઇ ગયો છે.
આગ લાગવાનું કારણ અકબંધ
ઉલ્લેખનીય છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ વિકરાળ હોવાથી દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી
રાજકોટના નાકરાવાડી વિસ્તારમાં કંપનીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. માહિતી પ્રમાણે તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા નામની કંપનીમાં આગ લાગી હતી. વેફર, નમકીન બનાવતી કંપનીમાં આજે સવારે આગ લાગ્યા બાદ જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ તરફ આગ લાગ્યાની માહિતી મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી તથા ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો સતત શરૂ રખાયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App