આગ લાગી ઉઠવાની ઘટનાઓ અવારનવાર રાજ્યમાંથી સામે આવતી હોય છે ત્યારે રાજ્યના વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલ ઓટો ગેરેજ તેમજ તેની બાજુમાં ઝાડેશ્વર વસાહતમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. રાત્રે અઢી વાગ્યાની આસપાસ લાગી ઉઠેલ આગમાં ગેરેજ સ્થિત 4 વાહનો તેમજ 3 ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા હતા.
જોકે, આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી પણ આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આની સાથે જ ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી. મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતા લોકો બહાર દોડી આવ્યા હતા.
ઝવેરનગર વસાહતના 3 ઝૂંપડાઓને ઝપેટમાં લઇ લીધા:
શહેરના ગલઇનાથ સનફાર્મા રોડ પર ઓટો ગેરેજ ચલાવે છે. રાત્રે અંદાજે 2:45 વાગ્યાની આસપાસ ઓટો ગેરેજમાં આગ ફાટી નીકળી હતી. આગના ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા વડીવાડી ફાયર બ્રિગેડના લશ્કરો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જોકે, ફાયર લાશ્કરો ઘટનાસ્થળ પર પહોંચે એના પહેલાં મોડી રાત્રે પવનને લીધે આગ પ્રસરતા ગેરેજની બાજુમાં આવેલ ઝવેરનગર વસાહતના 3 ઝૂંપડાઓને પણ આગની ઝપેટમાં લઇ લીધા હતા.
ઝૂંપડાવાસીઓમાં અફરાતફરી મચી જવા પામી:
ગેરેજમાં લાગેલ આગે ઝૂંપડાઓને ઝપેટમાં લેતા નિંદ્રાધિન ઝૂંપડાવાસીમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઝૂંપડાવાસીઓ પોતાનો જીવ બચાવવ માટે ઝૂંપડા છોડીને બહાર નીકળી ગયા હતા. જો કે, તેઓના ઝૂંપડામાં રહેલ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ફાયર બ્રિગેડે 3 ઝૂંપડામાં લાગેલ આગ વસાહતના બીજા ઝૂંપડાઓને લપેટમાં ન લે એના માટે પાણી મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી.
ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી:
આની સાથે જ ફાયર બ્રિગેડે ગેરેજમાં લાગેલ આગમાં પાણીનો મારો ચલાવીને કાબૂમાં લઇ લેવામાં આવી હતી. જો કે, આગ સંપૂર્ણપણે કાબુમાં આવે એના પહેલાં ગેરેજમાં પડેલ 2 મોપેડ, એક સ્કૂટી તેમજ એક બાઇક બળીને ખાખ થઇ ગયું હતું. મોડી રાત્રે લાગેલી આગના બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.