સ્ટોન ચોંટાડવાના બહાને સગીરા યુવતીને બોલાવી ઘરે અને વારવાર ગુજાર્યું દુષ્કર્મ- બળાત્કારી હતો પરિચિત

સુરતમાં અવાર-નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરતના ચોક બજાર વિસ્તારમાં વેડરોડ પાસે શિવછાયા સોસાયટીમાં 17 વર્ષીય કિશોરી પર…

સુરતમાં અવાર-નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરતના ચોક બજાર વિસ્તારમાં વેડરોડ પાસે શિવછાયા સોસાયટીમાં 17 વર્ષીય કિશોરી પર કાપડ ઉપર સ્ટોન ચોટાડવાનું કામ કરતી સગીરાને તેના ભાઈ અને પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી માલીકે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, સગીરાએ મલિક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

માત્ર 17 વર્ષીય કિશોરી પર કામ આપવાના બહાને સુરતના વેડરોડ શિવછાયા સોસાયટીમાં રહેતા રમેશ ઉર્ફે રામલો ઉર્ફે રામ ભરત પાંડવે તેનું શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધવા પામી છે. રમેશ સોસાયટીમાં રહેતી મહિલાઓને કાપડમાં સ્ટોન ચોડાટવાનું હેન્ડવર્કનું જાબવર્કનું કામકાજ અપાવતો હતો.

રમેશ 17 વર્ષીય સગીરાની માતાને સગીરાને તેના ખાતામાં હેન્ડવર્કનું જાબવર્ક માટે મોકલો તમને આર્થિક રીતે મદદરૂપ થશે. તેવું કહીને વિશ્વાસમાં લઈ ડિસેમ્બર 2020માં સગીરાને તેના ખાતામાં જાબવર્કનુ કામ અપાવ્યું હતું. ત્યારબાદ રમેશે અવાર નવાર સગીરાને તેની મરજી વિરુધ્ધ ધમકી આપી ખાતામાં અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. અને બનાવ અંગે કોઈને જણ કરી તો માતા-પિતા અને ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો.

જોકે, આ સગીરા માલિકના આ દુષ્કર્મને લઈને સતત પરેશાન રહેતી હતી. જેના કારણે એક દિવસ ઘટના અંગે તેના પરિવારને કહેતા પરિવારે સગીરાને માલિક વિરુદ્ધ ફરિયાદ કરવાનું કહેતા સગીરા પરિવાર સાથે ચોકબજાર પોલીસ મથકે પોંહચી હતી. અને મલિક રમેશ વિરુદ્ધ બળાત્કારની ફરિયડ નોંધાવતા પોલીસે આ મામલે મલિક રમેશ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે પોલીસ આરોપી ઝડપી પાડી તેને મેડિકલ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *