60 માળની બિલ્ડીંગમાં અચાનક જ ભભૂકી ઊઠી ભીષણ આગ, જુઓ 19માં માળેથી કુદતા વ્યક્તિના મોતનો LIVE વિડીયો

મુંબઈ(Mumbai)ના લોઅર પરેલ વિસ્તાર(Lower Parel area)માં 60 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ(Fierce fire in 60-storey building) લાગી હતી. ઇમારતમાં લાગેલી આગમાં ઘાયલ વ્યક્તિનું મોત થયું હતું. મુંબઈ ફાયર વિભાગ(Fire Department)ના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ બિલ્ડિંગના 19મા માળેથી છલાંગ લગાવી હતી. હાલમાં આ આગને કારણે બચાવ કામગીરી ચાલુ છે.

ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. 20 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આગને કાબૂમાં લેવામાં રોકાયેલી છે. ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈના કરી રોડ પર બહુમાળી અવિઘ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જીવ બચાવવા માટે વ્યક્તિએ બિલ્ડિંગ પરથી કૂદકો માર્યો, ઘટનાસ્થળે જ તેનું મોત થયું:
ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, બિલ્ડિંગ બાંધકામ હેઠળ હોવાથી અત્યારે તેમાં કોઈ રહેતું નથી. જોકે, ફાયર બ્રિગેડના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક વ્યક્તિ બિલ્ડિંગની બાલ્કનીમાં લટકતો જોવા મળ્યો હતો. આ વ્યક્તિએ પોતાની જાતને બચાવવા માટે લાંબા સમય સુધી લટકી રહ્યો, પરંતુ તેનાથી રહેવાયું નહિ અને તે નીચે કૂદી પડ્યો અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

થોડા દિવસો પહેલા, મુંબઈના કુર્લા વિસ્તારના નહેરુ નગરમાં રહેણાંક સોસાયટીમાં ભીષણ આગને કારણે ત્યાં પાર્ક કરેલી 20 મોટરસાઇકલ સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ હતી. જો કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનીના અહેવાલ મળ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *