સુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં સાડીની દુકાનમાં લાગી ભયંકર આગ, લાખોના માલને નુકસાનની ભીતિ

Fire Old Bombay Market in Surat: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બ માર્કેટમાં આવેલી નંદિની દુકાનમાં ભીષણ આગ(Fire Old Bombay Market in Surat) લાગી હતી. આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. આગ લગતા જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણકારી મળતા પાંચ ફાયર સ્ટેશનની 10 ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઇ હતી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. આગને લઈ કાપડ માર્કેટમાં અફરાતફરી જોવા મળી રહી છે.

જોકે, માર્કેટમાં 500થી વધુ કાપડની દુકાનો છે. ખાસ કરીને હાલ તહેવારનો સમય ચાલી રહ્યો છે. હાલ માર્કેટમાં તહેવારની ગ્રાહકી જોવા મળી રહી છે. જ્યારે આગને પગલે વેપારીઓ ચિંતામાં મુકાયા હતા. જે બાદ તરત જ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, હાલ આગ કાબૂમાં આવી ચૂકી છે. જેના લીધે વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

જે દુકાનમાં આગ લાગી તે દુકાનમાં તો મોટું નુકસાન છે, પરંતુ હાલ માર્કેટ બંધ કરી દેવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, તહેવારને પગલે માર્કેટમાં સેલ લાગતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતાં હોય છે, ત્યારે જ્યાં સુધી માર્કેટ ક્લિયર નહીં થાય ત્યા સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ચોક્કસ વેપારીઓને નુકસાન પહોંચશે. આગને પગલે સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પપ્રત્યક્ષદર્શીએ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, નંદની નામની દુકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરથી આગ લાગ્યા બાદ બીજી દુકાનો આગની ઝપેટમાં આવે એ પહેલાં જ આગને કંટ્રોલ કરી દેવાઈ હતી. એટલું જ નહીં પણ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

ફાયર ઓફિસર કૃષ્ણા મોઢએ માહિતી આપતા જણાવ્યું કે, જૂની બોમ્બે માર્કેટમાં ગ્રાઉન્ડ + 2 માળના શો રૂમમાં આગ લાગી હતી. દુકાનમાં સાડીનો સ્ટોક હોવાના લીધે આગ વધુ ફેલાઈ હતી. ભીષણ આગને કંટ્રોલ કરવા 2 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. 8-10 ફાયર સ્ટેશનના 25 થી વધુ જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. ટલું જ નહીં પણ ફાયર વિભાગની કામગીરી ને લઈ બેઝમેન્ટ આગની ઝપેટમાં આવતા બચી ગયું હતું.

ફાયર ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે, આ ભીષણ આગમાં ચણીયા-ચોળી, ડ્રેસ અને મહિલાઓના કપડા, ફર્નિચર અને વાયરીગ સહિતનો સમાન બળી ગયો હતો. બિલ્ડીંગના સ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચ્યું હતું. જોકે ફાયરની આટલી કામગીરી બાદ પણ દુકાન માલિકે મોડા આવ્યા હોવાનો ફાયર વિભાગ પર આરોપ મૂક્યો હતો. મોટી આગ હતી. ધુમાડો એટલો બધો હતો કે સમજાતું જ નહોતું કે આગ અને ધુમાડો ક્યાં જઇ રહ્યો છે. ફોર્સ એન્ટ્રી કરીને ફાયર ફાયટીંગ કરી છે. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે. કાપડ માર્કેટની આગ એટલે ભયંકર હોય છે કેમ કે તેમાં પેટ્રો કેમિકલનો સામાન હોય છે. તે કાપડ પેટ્રો કેમિકલમાં આવે છે. તેને કાબૂમાં લેવા માટે ઘણો સમય લાગતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *