વડોદરામાં PCBની રેડ: બુટલેગરોએ DJ સ્પીકરમાં છુપાવ્યો લાખોનો દારૂ- 1ની ધરપકડ, 3 વોન્ટેડ

Vadodara Bootlegger: બુટલેગરો દારુની હેરફેર કરવા અને તેનો સંગ્રહ કરવા માટે અનવનવા કિમિયા(Vadodara Bootlegger) અપનાવતા હોય છે. આવી જ રીતે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં બુટલેગરોએ દારુનો…

Vadodara Bootlegger: બુટલેગરો દારુની હેરફેર કરવા અને તેનો સંગ્રહ કરવા માટે અનવનવા કિમિયા(Vadodara Bootlegger) અપનાવતા હોય છે. આવી જ રીતે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં બુટલેગરોએ દારુનો સંગ્રહ કર્યો હોવાની વિગતો મળવાને લઈ PCBએ દરોડો બાતમી આધારે પાડ્યો હતો. પોલીસે ડીજેની આડમાં દારુનો વેપલો કરાતો હોવાનું ઝડપી લઈને કાર્યવાહી કરી છે.

ડીજેની આડમાં દારુનો વેપલો કરનાર ઝડપાયો
PCB પોલીસની ટીમે બાતમી આધારે ફતેગંજ ઉર્મી એપાર્ટેમેન્ટમાં આવેલ મકાનમાં રેઇડ કરતા પોલીસ પકડી ના શકે તે માટે મકાનમાં બનાવેલ ભોયરામાં તથા ડી.જે.ના સ્પીકરોની અંદર છુપાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે પ્રદિપ ઉર્ફે પિન્ટુ ઘનેશભાઇ ગવલી મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી જુદી-જુદી બ્રાન્ડની 3, 05, 400ની કિંમતની 480 નંગ વિદેશી દારૂની બોટલો સહીત કુલ 6, 36, 900ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સાથે પકડાયેલ પ્રદિપ ઉર્ફે પિન્ટુ ઘનેશભાઇ ગવલી તેમજ ફરાર આરોપી પવન, રવિ અને મહિડા નામમાં ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ આરોપી વિરૂધ્ધમાં ફતેગંજ પોલીસ મથકે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક આરોપીની ધરપકડ
પીસીબીએ વિદેશી દારૂ, રોકડ રકમ, 3 મોબાઇલ, ડીજેના 9 સ્પીકર મળીને કુલ મળીને કુલ 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી પ્રદિપ ઉર્ફે પીન્ટુ ગવલી (કહાર)ની ધરપકડ કરી છે અને પવન, રવિ અને મહિડાના નામના 3 શખસને વોન્ટેડ જાહેર કર્યાં છે. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આરોપી પ્રદિપ ઉર્ફે પિન્ટુને ફતેગંજ પોલીસને સોંપ્યો છે.

ગઠિયાઓની કારીગરી જોઇને પોલીસ પણ હેરાન
મધ્ય પ્રદેશ અને રાજસ્થાન બોર્ડરનો ઉપયોગ કરી બુટલેગરો વડોદરામાં દારૂ ઘુસાડે છે. પોલીસથી બચવા માટે બુટલેગરો દ્વારા નવી તરકીબો અજમાવવામાં આવતી હોય છે. નોધનીય છે કે વડોદરામાં અગાઉ પણ મોઘીકારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થઇ ચુક્યો છે.ગ્રામ્ય એલસીબીએ કારના બમ્પર તથા પાર્કિંગ લાઈટમાં ફિલ્મી સ્ટાઇલથી દારૂનો છુપાવેલો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગઠિયાઓની કારીગરી જોઇને એકવાર પોલીસ પણ હેરાન થઇ ગઇ હતી. આ દારૂ રાજસ્થાનથી બે શખ્સો કારમાં લાવ્યા હતા.