Greater Noida Hostel Fire: ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ બનાવથી (Greater Noida Hostel Fire) સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. હોસ્ટેલમાં ACના બ્લાસ્ટના કારણે આગ લાગી હતી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. અકસ્માત સમયે હોસ્ટેલમાં કેટલીક છોકરીઓ હાજર હતી, જેમણે કોઈક રીતે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
જીવ બચાવવા યુવતીઓએ બાલ્કનીમાંથી માર્યા કૂદકાં
આગની આ ઘટના દરમિયાન હોસ્ટેલના બીજા માળે બે વિદ્યાર્થીનીઓ ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તેમને સીડીની મદદથી નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નીચે ઉતરતી વખતે એક વિદ્યાર્થી કૂદવાનો પ્રયાસ કરતા નીચે પડી ગઈ હતી.
જો કે, ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ બનાવનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
ફાયર બ્રિગેડ ઓફિસરે આ મામલે જણાવ્યું કે, ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યે જાણકારી મળી હતી કે નોલેજ પાર્ક-3 સ્થિત અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
#Fire breaks out at a #girls‘ #hostel in #GreaterNoida. Students jumped to safety, but one girl slipped and injured her leg. pic.twitter.com/TKeZU50RIq
— Akashdeep Singh (@akashgill78) March 28, 2025
આ દરમિયાન એફએસઓ પણ ઘટના સ્થળ પર હાજર હતા. કેટલાક લોકો અંદર ફસાયા હોવાની માહિતી મળી હતી, પરંતુ ફાયરની ટીમ આવે તે પહેલા તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.’
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App