અમેરિકાના કેલિફોર્નિયામાં લાગેલી આગથી હજારો એકર જમીનમાં થયો જંગલનો નાશ

અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતમાં નાપા કાઉન્ટીનાં જંગલોની આગ 1.2 લાખ એકરમાં ફેલાઇ જવા પામી છે. તેનાથી પાસો રોબલ્સમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચી ગયો છે. 1970માં અહીં તાપમાન 43 ડિગ્રી થઇ હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે 4.2 કરોડ લોકો માટે કાળઝાળ ગરમીની ચેતવણી જાહેર કરી છે. 30થી વધુ સ્થળોએ આગથી 20 હજાર ઘરો-મકાનોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અંદાજે 15 લાખ લોકોને  અંધારામાં રહેવું પડ્યું છે.

નોર્થ સાન ફ્રાન્સિસ્કોમાં સોનામા અને નાપા કાઉન્ટીમાંથી લોકોને બીજી જગ્યાએ ખસેડાયા છે, જ્યાં ડઝનબંધ મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ચૂક્યાં છે. ગવર્નર ગેવિન ન્યૂસમ દ્વારા રાજ્યમાં કટોકટી લાગુ કરવામાં આવી છે. તેમણે આગામી 48 કલાક સુધી એલર્ટ રહેવા કહ્યું છે. લોસ એન્જેલ્સના મેયરના જણાવ્યાનુસાર ફાયરકર્મીઓ આગ બુઝાવવા મહેનત કરી રહ્યા છે. એર ટેન્કર્સ દ્વારા પણ કેમિકલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

ઓગસ્ટ સુધીમાં આગની 5 હજારથી વધુ ઘટનાઓ
કેલિફોર્નિયા ફાયર વિભાગના જણાવ્યાનુસાર આ વર્ષે કેલિફોર્નિયાનાં જંગલોમાં આગના 5,672 બનાવ બન્યા છે, જેમાં 2.04 લાખ એકર જંગલનો નાશ થઇ ચુક્યો છે. 78 મોટાં મકાનો-ઘરોમાં નુકસાન થયું છે. ગત વર્ષે કેલિફોર્નિયામાં 85 વર્ષની સૌથી ભીષણ આગ લાગી હતી, જેમાં 31 લોકોનાં મોત થયાં હતાં અને સંખ્યાબંધ લોકો ગુમ થયા હતા. ગત વર્ષે આગના 7,860 બનાવ બન્યા, જેમાં 2.59 લાખ એકર જંગલ ખાક થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *