મહેસાણા GIDC માં આગનું તાંડવ: આગ ઓલવવામાં અંદાજે 1.80 લાખ લિટર પાણીનો ઉપયોગ

ગુજરાતની ફેકટરીમાં આગ ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. નાની બેદરકારીના કારણે મોટી આગની દુર્ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી આવી જ એક ઘટના મહેસાણાનાં દેદિયાસણ GIDCમાં આવેલી કેમીકલની ફેકટરીમાં ઘટી હોવાનું  સામે આવ્યું હતું.

શહેરની દેદિયાસણ જીઆઇડીસીમાં બીજી લાઇનમાં 295 બી/પ્લોટમાં કલરનો કાચો માલ બનાવતી મેલસોન રેઝિન કંપનીમાં બુધવારે બપોરે 2.15 વાગે કારીગર કેમિકલ ભેળવતા સમયે આગ ભભૂકી ઊઠી હતી અને કેમિકલના કારણે જોતજોતામાં ધુમાડાના ગોટે ગોટા છવાઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભય સાથે અફડાતફડી મચી ગઇ હતી. આગની જાણ થતાં પાલિકા અને ઓએનજીના 4 ફાયર ફાયટરે દોડી આવી સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવતાં સાંજના 5.15 વાગે આગ કાબુમાં આવી હતી.

આગ ઓલવવામાં અંદાજે 1.80 લાખ લિટર પાણીનો ઉપયોગ થયો હતો.ઉલ્લેખનીય છે કે, તમામ કારીગરો કંપની બહાર દોડી જતાં જાનહાની ટળી હતી. એક કારીગર હાથના ભાગે ઝાળ લાગતાં દાઝ્યો હતો. બાજુમાં આવેલી ગાદલાંની ફેક્ટરીમાંથી તાબડતોબ સામાન ખસેડી લેવાયો હતો. મહેસાણા તાલુકા પીઆઇ ત્રિવેદીએ કહ્યું કે, કંપનીના કનુભાઇ પટેલે બે કેમિકલ ભેગા થતાં આકસ્મિક આગ લાગી હોવા અંગે જાણવા જોગ નોંધાવી છે, એફએસએલ દ્વારા ચકાસણી કરાશે.

હાલ તો આસપાસનાં અન્ય શેડમાં આગ ન લાગે અને આગ વધારે વિકરાળ ન બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, પોલિમરનું કેમિકલ જ્વલનશીલ હોવાને કારણે તે ફાટવાનો પણ ભય રહે છે. જેના કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *