ગુજરાતના દક્ષીણ વિસ્તારમાં આવેલ સુરતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી વ્દ્ધું એક વખત સુરતના અડાજણ વિસ્તારમાંથી આગની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં મળતી માહિતી અનુસાર, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ ઋષભ ચાર રસ્તા નજીક એક દોડતી કારમાં ધુમાડા નીકળ્યા બાદ અચાનક ભયંકર આગ લાગી હતી. જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અડાજણ વિસ્તારમાં ગાડીમાં આગ લાગતાની સાથે જ લોકોના ટોળા ત્યાં ભેગા થઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. સોમવારની મોડી રાત્રે બનેલી આ દુર્ઘટના બાદ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કાર ચાલકે સમય સુચકતા વાપરી તાત્કાલિક બહાર ઉતરી જતા ચમત્કારિક બચાવ થયો હતો. ત્યાં હાજર લોકો દ્વારા ફાયરબ્રિગેડના લોકોને જાણ કરવામાં આવી હતી. જોકે, ફાયરના જવાનોએ ઘટના સ્થળે દોડી આવી ગણતરીની મિનિટોમાં બર્નિંગ કાર પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી.
સુરતમાં મોડી રાત્રે દોડતી કારમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ચાલકનો ચમત્કારિક બચાવ #surat #fire in car#car fier pic.twitter.com/U6bnJMa6ab
— Trishul News (@TrishulNews) September 8, 2020
ગાડીમાં ધુમાડો નીક્તાની સાથે જ આગ લાગી હતી પરંતુ કાર ચાલકે સમય સુચકતા વાપરી તાત્કાલિક બહાર ઉતરી જતા ચમત્કારિક બચાવ થયો હતો. જે ગાડીમાં આગ લાગી તે ગાડીના કાર માલિક નીતિનભાઈ ડુંગરાણીએ જણાવ્યું હતું કે, તેઓ મોટા વરાછા સહજાનંદ સોસાયટીમાં રહે છે અને ડાયમંડના જોબવર્ક સાથે સંકળાયેલા છે. સોમવારની મોડી રાત્રે વરના કાર (GJ-16-VV-7581) લઈ અડાજણ આવ્યો હતો. જ્યાંથી ડીઝલ ભરાવી માહાલક્ષ્મી ડેરીમાં કોકો લેવા ગયો હતો. જોકે, ડેરી બંધ હોવાથી પરત ફરતી વખતે ઋષભ ચાર રસ્તા નજીક કારમાં દુર્ગંધ મારતા કાર રોડ બાજુએ ઉભી કરી હું ઉતરી ગયો હતો. ત્યારબાદ અચાનક કારના બોનેટમાંથી ધુમાડો નીકળ્યા બાદ આગ લાગી ગઈ હતી.
ગાડીમાં આગ લાગતાની સાથે જ લોકોના ટોળા ત્યાં ભેગા થઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ બુજાવતા ફાયર કન્ટ્રોલે જણાવ્યું હતું કે, કોલ લગભગ રાત્રે 11.11 મિનિટનો હતો. કારમાં આગ લાગી ગઈ હોવાની જાણ બાદ ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને કારની આગ પર પાણીનો મારો કરી આગને કાબૂમાં લઈ લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en