ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના શાહપુર(Shahpur) વિસ્તારમાં આવેલી ન્યુ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારમાં વિકરાળ આગ લાગતા પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. જણાવી દઈએ કે, પરિવાર જ્યારે ઘરમાં સૂતો હતો, ત્યારે વહેલી સવારે કોઈ કારણોસર ઘરમાં આગ લાગતા ઘરમાં ધૂમાડો ફેલાઈ જવા પામ્યો હતો.
આગ લાગતાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે ત્યાં પહોંચ્યા પછી જોતાં રૂમમાં ધુમાડો હતો અને પતિ પત્ની અને એક બાળકના મૃતદેહ ફાયર બ્રિગેડને મળી આવ્યા હતા. આ મામલ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવતા શાહપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ ક્યાં કારણોસર લાગી તે તો FSLની તપાસ બાદ જ જાણવા મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ફાયર બ્રિગેડને આજે વહેલી સવારે 4.55 વાગ્યે કોલ મળ્યો હતો કે, શાહપુર દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ નજીક આવેલી ન્યુ એચ કોલોનીના એક મકાનમાં ભીષણ આગ લાગી છે. જેથી ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે મકાનમાં આગ જોવા મળી હતી, જેને ફાયર બ્રિગેડ દ્વારા બુઝાવવામાં આવી હતી, જો કે ઘરમાં જોતા ખૂબ જ ધુમાડો હતો અને ત્યાં જોતા એક બાળક સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જયેશભાઈ વાઘેલા તેમના પત્ની અને બાળક સાથે આ મકાનમાં રહેતા હતા અને વહેલી સવારે કોઈ કારણોસર ઘરમાં આગ લાગી હતી અને આખી રૂમમાં ફેલાઈ જવા પામી હતી.
મહત્વનું છે કે, જયેશભાઈ અને તેમનો પરિવાર વહેલી સવારે જ્યારે ઊંઘી રહ્યો હતો, ત્યારે જ અચાનક આગ લાગી હતી અને કદાચ તેઓને જાણ જ થઈ ન હતી કે ઘરમાં આગ લાગી છે. ઘર આખું ધુમાડો-ધુમાડો થઈ ગયો હતો અને પતિ પત્ની અને બાળક બહાર નીકળે તેની પહેલાં જ તેઓના કરુણ મોત થઈ ગયા હતા. ત્રણેયને લોકોને ઘરની બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો અને તેઓ આગમાં જ હોમાય ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.