લંડનમાં ગુંજી ઉઠ્યું નવસારીના ડૉ અંકિત દેસાઈનું નામ- ઐતિહાસિક પરિસરમાં ‘એવોર્ડ ઓફ એકસેલંસ’ થી થયા સન્માનિત

Dr. Ankit Desai Honored With Award Of Excellence: ડો.અંકિત દેસાઈ (Dr Ankit Desai)જે નવસારીમાં રહે છે, તેમણે અત્યાર સુધીમાં 41 જેટલાં અગલ-અગલ દેશમાં પોતાના દર્દીઓની…

Dr. Ankit Desai Honored With Award Of Excellence: ડો.અંકિત દેસાઈ (Dr Ankit Desai)જે નવસારીમાં રહે છે, તેમણે અત્યાર સુધીમાં 41 જેટલાં અગલ-અગલ દેશમાં પોતાના દર્દીઓની કાળજી લેવા માટે તથા ડેન્ટલ વિજ્ઞાનમાં દુનિયામાં થઈ રહેલી નવી ટેકનોલોજી અને નવા સંશોધનોથી પોતે સતત જાણકારી મેળવવા માટે પ્રવાસો કરી ચૂક્યાં છે.

ડો.અંકિત દેસાઈ (Dr Ankit Desai) એમની સિદ્ધિઓને બિરદાવવા માટે “મોસ્ટ પ્રોમિસિંગ એશિયન યુકે ઈમ્પલાંટોલોજિસ્ટ અને ફિલાંથ્રોપીસ્ટ ઓફ ધી યર” માટે સર્ટિફિકેટ ઓફ એકસેલંસ (Award Of Excellence) એનાયત થયું છે. 11 મે 2023 નાં દિવસે ડો.અંકિત દેસાઈને બ્રિટિશ પાર્લામેંટનાં હાઉસ ઓફ કોમન્સ, લંડન, યુકેમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

બ્રિટિશ સરકારનાં અનેક મંત્રીઓ, લોર્ડ્સ અને એમ.પી., લંડનનાં મેયર ડે.મેયરની પ્રેરક ઉપસ્થિતિમાં આ એવોર્ડ સમારંભ એ જ ઐતિહાસિક હોલમાં યોજાયો હતો.થોડાં દિવસો પહેલા ત્યાં હિઝ મેજેસ્ટી કિંગ ચાર્લ્સ III નો રાજ્યાભિષેક સમારંભ યોજાયો હતો.

મેળલી માહિતી અનુસાર ડો.અંકિત દેસાઈએ વીસ હજારથી વધારે ડેન્ટલ ઈમ્પલાંટ સફળતા પૂર્વક કર્યા છે. આ તેમના કર્તવ્યનિષ્ઠા અને એક્સપર્ટ તરીકે એક વિશેષ સિદ્ધિ છે. ડો.અંકિત દેસાઈ આ પૂર્વે બેસ્ટ ડેન્ટલ ક્લિનિક ઓફ ગુજરાતનો એવોર્ડ નવી દિલ્લી ખાતે મેળવ્યો હતો. આ ઉપરાંત બેસ્ટ ડેન્ટલ ઈમ્પલાંટોલોજિસ્ટનો નેશનલ એવોર્ડ બેંગલોર ખાતે મેળવી ચૂક્યાં છે.

 ડો. અંકિત હવે લંડનમાં ઈન્ટરનેશનલ એવોર્ડ મેળવી નવસારીની સાથે સાથે સમગ્ર ગુજરાત ને જ નહી પરંતુ ભારત દેશ ને ગૌરવ આપવું છે. ડો.અંકિત ભારત સરકારની નેશનલ યુવા એડવાઈઝરી કમિટીમાં વેસ્ટર્ન રીજિયન સ્ટેટસ નાં પ્રતિનિધિ તરીકે બે વર્ષથી નિમણૂંક પામ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *