દિલ્હી(Delhi)ના મુંડકા(Mundaka)માં એક બહુમાળી ઈમારતમાં લાગેલી આગ(Delhi Mundka Fire) માં 27 લોકો જીવતા દાઝી ગયા હતા. આગ લાગ્યા બાદ ફસાયેલા લોકોએ છેલ્લી ઘડી સુધી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ રહ્યા હતા. ઘણા લોકોએ જીવ બચાવવા માટે પહેલા-બીજા માળેથી નીચે કૂદી પડયા હતા.
જે લોકો ઈમારતમાંથી કૂદી પડ્યા હતા તેઓને ઈજા થઈ હતી પરંતુ જેઓ હિંમત ન દાખવી શક્યા તેઓ આગમાં ધુમાડા અને સળગી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા.
બિલ્ડીંગ પરથી કૂદી પડેલા લોકોની હાલત અત્યંત ગંભીર છે. તેઓને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં લોકોએ તાજેતરના સમયમાં આટલી ભયાનક આગ ભાગ્યે જ જોઈ હશે.
બારીઓ તોડી લોકો છત પરથી કૂદી પડ્યા- લોકોનો આ રીતે કરાયા રેસ્ક્યુ?
દિલ્હી ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આગની ઝપેટમાં આવેલી ઈમારતમાં ફસાયેલા અનેક લોકોને બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તે જ સમયે, ઘણા લોકો ભયના કારણે બિલ્ડીંગ પરથી કૂદી પડ્યા અને ઘાયલ થયા.
લોકો દોરડાની મદદથી બારીમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા અને ટ્રકની ટોચ પર મૂકેલી ફાયર ફાઈટરની સીડી હતી.
મુંડકા અગ્નિકાંડ કેવી રીતે બની જીવલેણ?
મુંડકામાં મેટ્રો સ્ટેશન પાસે બનેલી 3 માળની ઈમારત કોમર્શિયલ ઈમારત છે. આ ઈમારત અલગ અલગ કંપનીઓને ભાડે આપવામાં આવી છે. જ્યારે આ ઈમારત આગની લપેટમાં આવી ત્યારે ઈમારતમાં લગભગ 150 લોકો કામ કરી રહ્યા હતા.
શુક્રવારે સાંજે લગભગ 4.45 કલાકે પ્રથમ માળે અચાનક આગ લાગી હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા. બિલ્ડીંગમાં બુમો પડી હતી પરંતુ આગને કારણે લોકો બહાર નીકળી શક્યા ન હતા. આ અકસ્માતમાં અનેક લોકો આગમાં જ હોમાય ગયા હતા.
અગ્નિકાંડમાં આટલા લોકોના થયા મોત:
કાળજું કંપાવતી ઘટના અંગેની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 30 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. તેમજ 100 થી વધુ ફાયર ફાઈટર આગ ઓલવવામાં રોકાયેલા હતા.
જો કે શરૂઆતના તબક્કામાં આગની તીવ્રતાના કારણે ફાયર બ્રિગેડને કાબુમાં લેવામાં સફળતા મળી ન હતી પરંતુ ધીમે ધીમે વિભાગે તેના પર થોડો કાબુ મેળવી બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
આ દરમિયાન બિલ્ડિંગમાંથી એક પછી એક 27 મૃતદેહો મળી આવ્યા હતા. માર્યા ગયેલા મોટાભાગના લોકો આગના કારણે ગૂંગળામણ અને દાઝી જવાને કારણે ઘટનાનો ભોગ બન્યા હતા.
બિલ્ડિંગમાં આગ કેવી રીતે લાગી?
ત્રણ માળની ઇમારતમાં જવા માટે એક બાજુએ સાંકડી સીડીઓ હતી. તે સીડીઓ નીચે જનરેટર લગાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે શુક્રવારે સાંજે એ જ જનરેટરમાં આગ લાગી હતી, જેનો ધુમાડો સીડીઓ દ્વારા ઉપરના માળે ભરાઈ રહ્યો હતો.
લોકોએ ધુમાડાથી બચવા સીડીઓ પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નીચે જનરેટરમાં આગ લાગવાને કારણે તેઓ સફળ થઈ શક્યા ન હતા.
બાદમાં ફાયર બ્રિગેડે સીડી અને ક્રેઈન દ્વારા ઈમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
કંપનીના માલિકો સામે દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે:
પોલીસે જણાવ્યું કે, કંપનીના માલિકો હરીશ ગોયલ અને વરુણ ગોયલ ને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બિલ્ડિંગના માલિકની ઓળખ મનીષ લાકરા તરીકે થઈ છે. મનીષ લાકરાએ જણાવ્યું કે તે બિલ્ડિંગના ટોપ ફ્લોર પર રહેતો હતો. તેની સામે ભારતીય દંડ સંહિતાની જુદી જુદી કલમો હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે. બંને માલિકો સામે દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.