સુરતના જહાંગીરાબાદ-દાંડી રોડ વચ્ચે આવેલા CNG પંપ પર સ્કૂલ વાનમાં વહેલી સવારે ૬.૩૦ વાગ્યે અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. આગ લાગતા જ કાર ચાલક કાર છોડીને પંપની બહાર દોડી ગયો હતો. જોકે, પંપના કર્મચારીઓએ તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. કર્મચારીઓની જાગૃતતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. વહેલી સવારે 6.30 વાગ્યે સ્કૂલ વાનમાં ગેસ ભરવા પિન ખોલતા જ આગ ભભૂકી ઉઠી હતી.
આગના બનાવ અંગે પંપના સુપર વાઈઝરે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પંપ પર આવેલી સ્કૂલ વાનમાં આગ લાગવાના પગલે અવરજવર કરી રહેલા રાહદારીઓ પણ પંપ પાસે પહોંચી ગયા હતા. જોકે, વાનમાં બાળકો ન હોવાથી મોટી જાનહાની થતા બચી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.