રાજ્યમાંથી અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આની સાથે જ આગ લાગવાની ઘટનામાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ રાજ્યમાં આવેલ રાજકોટ જીલ્લામાંથી અવારનવાર આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.
શનિવારે ગોંડલ પાસે ટ્રક તથા કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 3 મહિલા ભડથુ થઈ ગઈ હતી :
ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ઉપર બિલિયાળા ગામના પાટિયા નજીક શનિવારની વહેલી સવારમાં કપાસથી ભરેલ ટ્રક તથા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને કારણે બંને વાહનમાં આગ ભભૂકી ઉઠતાં જેને કારણે બંને વાહન બળીને ખાખ થઈ ગયા હતા.
કારમાં બેઠેલી કુલ 3 મહિલા સળગીને ભડથું થઈ ગઇ હતી. એક વ્યક્તિ બહાર નીકળી જતા તેનો બચાવ કરવામાં આવ્યો હતો. જો કે, તે દાઝી ગયો હોવાને કારણે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો. કાર ગોંડલથી રાજકોટ બાજુ જઈ રહી હતી. ટ્રક બિલિયાળા ગામ બાજુથી હાઇ-વે ક્રોસ કરી રહ્યો હતો તે સમયે અકસ્માત સર્જાર્યો હતો.
ગોંડલ તાલુકામાં આવેલ વાસાવડ ગામમાં ગાંધી ચોકમાં આવેલી કામદાર બ્રધર નામની ફારૂકભાઇ કામદારની 2 દુકાનોમાં આજે સોમવારની સવારમાં 11 વાગ્યાની આજુબાજુ શોર્ટ સર્કિટને લીધે આગ ભભૂકી ઉઠી હતી. આગને લીધે ધૂમાડાના ગોટેગાટા નીકળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
જો કે, આ વિશે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હોવાંથી આગ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આગને લીધે કોઈ જાનહાનિ થઇ નથી.
દુકાનમાં રહેલ કુલ 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ :
આગ કાબૂમાં આવે તેની પહેલા દુકાનમાં રહેલ કુલ 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો છે. આગની જાણ થતાંની સાથે જ ગ્રામજનો એકત્ર થયા હતા તેમજ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાંથી કાબૂમાં ન આવતા ગોંડલ ફાયર ફાઈટરને જાણ કરી દેવામાં આવી હતી.
ફાયર ફાયટરોએ પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટેનાં પ્રયાસો કર્યાં હતાં. નાના એવા વાસાવડ ગામમાં ગાંધી ચોકમાં વર્ષો જૂની કટલેરીની પેઢી હોય વિકરાળ આગે સમગ્ર દુકાનને ભસ્મીભૂત કરી નાખતા આ વિસ્તારમાં દોડાદોડીનો માહોલ જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle