તમિલનાડુમાં મોટી દુર્ઘટના: ટ્રેનમાં ભીષણ આગ લાગતા રામેશ્વરમ જઈ રહેલા 10 ભક્તોના કરુણ મોત

Madurai train accident: હાલ તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશનમાંથી એક ઘટના સામે આવી રહી છે.એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ,લખનઉથી|(Madurai train accident) રામેશ્વરમ જઈ પહેલી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગવાથી 9 લોકોના મોત નિપજ્યાં છે,જ્યારે 20 મુસાફરો દાઝી જતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને ગેરકાયદેસર રીતે કોચમાં પ્રવેશ્યા હતા. જેના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. હાલ આગ પર ફાયરની ટીમે કાબૂ મેળવી લીધો છે. રેલવેએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

ગેસ સિલિન્ડર લઈને આવ્યા હતા મુસાફરો
રેલવે અધિકારીએ જણાવ્યું છે કે, કેટલાક મુસાફરો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈને ટ્રેનમાં ચડી ગયા હતા, જેના કારણે આગ લાગી હતી. રેલવે નિયમો અનુસાર, રેલવે કોચની અંદર કોઈપણ જ્વલનશીલ સામગ્રી લઈ જવા પર સખત પ્રતિબંધ છે. જે કોચમાં આગ લાગી તે એક પ્રાઈવેટ કોચ હતો.

સવારે 5.15 વાગ્યે લાગી હતી આગ
રેલવેના જણાવ્યા મુજબ, સ્ટેશન ઓફિસર દ્વારા તારીખ 26/8/23ના રોજ સવારે 5.15 વાગ્યે મદુરાઈ યાર્ડમાં એક પ્રાઈવેટ કોચમાં આગ લાગવાની જાણ કરવામાં આવી હતી. જે પછી તાત્કાલિક ફાયર સર્વિસને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ 5.45 વાગ્યે અહીં પહોંચી હતી. 7.15 વાગ્યે આગ બુઝાવી દેવામાં આવી હતી. અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી. આ એક પ્રાઈવેટ કોચ છે, જે ગઈકાલે નાગરકોઈલ જંક્શન ખાતે ઉમેરવામાં આવ્યો હતો. પાર્ટીના કોચને અલગ કરીને મદુરાઈ સ્ટેબલિંગ લાઇન પર રાખવામાં આવ્યો છે.

આગ લાગતા સર્જાઈ હતી અફરાતફરી
પ્રાઈવેટ કોચમાં યાત્રી ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈને જઈ રહ્યા હતા અને આ કારણે તેમાં આગ લાગી. આગ લાગ્યા પછી ટ્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક યાત્રી કોચમાંથી બહાર નીકળી ગયા હતા. જ્યારે કેટલાક યાત્રીઓ પ્લેટફોર્મ પર જ ઉતરી ગયા હતા. તમને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિ IRCTC પોર્ટલનો ઉપયોગ કરીને પાર્ટી કોચને બુક કરાવી શકે છે. તેમને ગેસ સિલિન્ડર જેવા કોઈપણ જ્વલનશીલ પદાર્થ લઈ જવાની અનુમતી નથી હોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *