સુરત રીંગ રોડ વિસ્તારમાં આવેલી માર્કેટમાં આજે શોર્ટસર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હતી. આગ લાગવાની સાથે સ્થાનિક લોકોમાં ભાગદોડ નો માહોલ છવાઇ ગયો હતો .આગ કરતા ધુમાડાનું પ્રમાણ સૌથી વધુ હતું.જેને કારણે 14 થી વધુ ફાયરની ગાડીઓને ઘટનાસ્થળે બોલાવી દેવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે ધુમાડો પર કાબૂ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.સુરત શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી સિલ્ક સિટી માર્કેટ ની દુકાન માં વહેલી સવારે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. દુકાનમાં સિન્થેટિક સાડી હોવાથી ધુમાડાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું હતું. ધુમાડો નીકળતા ની સાથે જ સ્થાનિક દુકાનદારો પોતાનો જીવ બચાવીને ભાગી છૂટયા હતા, તો કેટલાક એવા પણ વેપારી હતા જેઓ પોતાની દુકાન માં રાખેલો સાડી નો માલ માર્કેટમાંથી સહી સલામત રીતે અન્ય સ્થળે ખસેડી મૂક્યો હતો
.બીજી તરફ આગ લાગવાની ઘટના ની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો આગના પ્રમાણ કરતા ધુમાડાનું પ્રમાણ વધુ હોવાથી ફાયર વિભાગને ભારે જહેમત નો સામનો કરવો પડ્યો હતો. ધુમાડાના કારણે ફાયર વિભાગની ટીમ માર્કેટના ગ્રાઉન્ડની અંદર જઈ શકી નથી જેને કારણે ફાયર વિભાગે માર્કેટની પાછળના ભાગમાં આવેલી દીવાલ તોડી નાંખી અંદર પ્રવેશી હતી તો બીજી તરફ ઓક્સિજન માકસ પહેરી ફાયરની ટીમ માર્કેટની અંદર ઘૂસી હતી .ઝી 24 કલાક ની ટીમે જ્યારે સ્થાનિક વેપારીઓ સાથે વાતચીત કરી ત્યારે ફાયર સેફ્ટીના સાધનો લગાવવાની જવાબદારી પોતાની ન હોવાનું કઈ જવાબદારીમાંથી છટકી ગયા હતા .આગને કાબુમાં લેવાના તમામ પ્રકારના પ્રયાસો ફાયર વિભાગે હાથ ધર્યા હતા .કલાકોની જહેમત બાદ ફાયર વિભાગની ટીમે ધુમાડા પર કાબુ મેળવી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો .આગ લાગતા જ ડીજીવીસીએલ દ્વારા આસપાસના તમામ માર્કેટના વીજ કનેક્શન તકેદારીના રૂપે કાપી નાખ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.