અમદાવાદની આ હોસ્પિટલમાં રૂમના ભાડા છે ફાઈવ સ્ટાર હોટેલથી પણ વધુ- વાંચો વધુ

મેડિકલ ટુરીઝમને પગલે દેશ-વિદેશના લોકો અમદાવાદની કોર્પોરેટ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. શહેરની કોર્પોરેટ હોસ્પિટલો દર્દીને હોસ્પિટલમાં ટીવી, અેસી, ફ્રિજ, મિટિંગ રૂમ અને દર્દીના સગા માટે રૂમ જેવી ફાઇવ સ્ટાર હોટેલ જેવી સુવિધા પૂરી પાડે છે. આા સુવિધા માટે ડિલક્સ રૂમથી લઇને સ્યૂટ રૂમ માટે દર્દી પાસેથી પ્રતિદિન રૂ. 6 હજારથી 25 હજાર સુધી ચાર્જ વસૂલવામાં આવે છે.

ફાઇવ સ્ટાર હોટેલોમાં ડીલક્સ અને સ્યુટ રૂમની સુવિધા છે.ડીલક્સ રૂમથી સ્યુટ રૂમનાં ભાડા રૂ. 6700થી રૂ. 25 હજાર સુધીનાં હોય છે. કોર્પોરેટ હોસ્પિટલના એક અધિકારીએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, દર્દીને હોસ્પિટલમાં ઘર જેવું વાતાવરણ મળે તે માટે ડીલક્સ અને સ્યુટ રૂમમાં અદ્યતન સુવિધા ઉભી કરાઇ છે.

ફાઈવ સ્ટાર હોટેલ અને કોર્પોરેટ હોસ્પિટલનો ભાવ

નવી SVP હોસ્પિટલમાં 2500માં ડિલક્સ રૂમ

  • નવી એસવીપી હોસ્પિટલના ડિલક્સ અને સ્યુટ રૂમનો પ્રતિદિન ચાર્જ 2 હજારથી 2500 વચ્ચે છે.
  • ડિલક્સ રૂમમાં દર્દી માટે રૂમ અને પેશન્ટ માટે સોફા અને એટેચ ટોઇલેટ-બાથરૂમની વ્યવસ્થા.
  • સ્યુટ રૂમનો ચાર્જ – રૂ. 2500 પ્રતિદિન- બે સોફા સાથેનો મિટિંગ રૂમ, દર્દી માટેનો રૂમ, ડાઇનિંગ ટેબલ અને નાનું કિચન.

ફાઇવ સ્ટાર હોટેલ:

  • ફાઇવ સ્ટાર હોટેલમાં ડિલક્સ રૂમથી લઇને સ્યુટ રૂમનું પ્રતિ દિન ભાડું 6700થી 25 હજાર
  • ડિલક્સ રૂમમાં ડબલ બેડ ટોઇલેટ, અેસી અને નાનું ફ્રિજ, ઇન્ટરનેટ – બાથરૂમ સહિતની વ્યવસ્થા હોય છે.
  • હોટલના સ્યુટ રૂમમાં મિટિંગ રૂમ, માસ્ટર ડબલ બેડ, એસી, ટીવી ફ્રીજ, ઇન્ટરનેટ, સહિતની વ્યવસ્થા અપાય છે. કેટલીક હોટેલોમાં કોન્ફરન્સ માટે અલગ વ્યવસ્થા પણ કરી આપવામાં આવતી હોય છે.

કોર્પોરેટ હોસ્પિટલ:

  • ડિલક્સ રૂમથી લઇને સ્યુટ રૂમનો પ્રતિદિન ચાર્જ રૂ. 6 હજારથી લઇને 25 હજાર જેટલો હોય છે.
  • ડિલક્સ રૂમમાં દર્દી માટે અલાયદો રૂમ, અોક્સિજન, બીપી મશીન સહિતની સુવિધા, નર્સિંગ સ્ટાફ તેમજ દર્દીનાં સગા માટે અલગ રૂમમાં સોફ કમ બેડ, ઇન્ટરનેટની સુવિધા છે.
  • સ્યુટ રૂમમાં દર્દી માટે એસી, ટીવી, એટેચ બાથરૂમ સાથેનો અલાયદો ડીલક્સ રૂમ, સગા માટે અલાયદો એસી રૂમ, અલાયદો નર્સિંગ સ્ટાફ સાથે દર્દી માટે એક એટેન્ડેન્ટની સુવિધા, મિટિંગ રૂમ, નાના કિચન જેવી વ્યવસ્થા જયાં જમવાનું ગરમ કરવા ઓવન જેવી વ્યવસ્થા.રૂ. 6 હજારથી 25 હજારનો ચાર્જ લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *