યુપીના ફિરોઝાબાદમાં દલિત યુવતી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલામાં 48 કલાકની અંદર કાર્યવાહી કરતાં પોલીસે બળાત્કારના ત્રણ આરોપીઓને પકડી જેલમાં મોકલી દીધા છે. ખરેખર 2 દિવસ પહેલા એક દલિત યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે, ગામમાં રહેતા કેટલાક યુવકે તેનો અશ્લીલ વીડિયો વાયરલ કર્યો હતો અને તેને ધમકી આપી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો.
ફિરોઝાબાદના નારખી વિસ્તારના એક ગામમાં રહેતી પીડિતાના જણાવ્યા મુજબ ગામના ચારે યુવકોએ અનેક યુવતીઓનો અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરી શારીરિક સંબંધ બાંધ્યા છે. 21 વર્ષીય યુવતીએ આક્ષેપ લગાવ્યો હતો કે, તે ગામના જ છોકરાઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તે છોકરાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી છે.
યુવતીએ જણાવ્યું હતું કે, એક રૂમમાં દરવજો બંધ કરીને અને મોં દબાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો છે. પીડિત યુવતીએ જણાવ્યું હતું કે, ગામના છોકરાઓએ ઘણી છોકરીઓને ફસાવ્યા હતા અને તેમનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો અને ધમકી આપી હતી કે, જો તેઓ શારીરિક સંબંધ બાંધશે નહીં તો તેઓ આ વીડિયો વાયરલ કરશે.
પીડિતાએ એમ પણ કહ્યું હતું કે, ભૂરી સિંહ અને અનિલ કુમારે વીડિયોના આધારે તેને બ્લેકમેલ કરી હતી અને છેલ્લા એક મહિનામાં તેની સાથે ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ દાવો કર્યો હતો કે, જ્યારે તેણે આ મહિનાની શરૂઆતમાં બંનેની મુલાકાત લેવાની ના પાડી, ત્યારે તેણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
દલિત યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, ગામના છોકરાઓએ તેમની છોકરી સાથે ખોટું વર્તન કર્યું છે અને હવે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. પીડિતાના પિતાના જણાવ્યા મુજબ 1 ડિસેમ્બરના રોજ તેની પુત્રી પશુઓ માટે ઘાસચારો લેવા ગઈ ત્યારે આરોપી ભૂરીસિંહે તેની પુત્રી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ સાથે આરોપીના 25 વર્ષીય મિત્ર અનિલ કુમારે રેપની વિડીયો ઉતાર્યો હતો અને બંનેએ તેની પુત્રીને ધમકી આપી હતી કે, જો તે આ ઘટના વિશે કોઈને કહેશે તો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરશે.
બીજી તરફ પોલીસે પીડિતાની ઉંમરની પુષ્ટિ કરી નથી. પોલીસનું કહેવું છે કે યુવતીની ચોક્કસ ઉંમર મેડિકલ તપાસ બાદ જ જાણી શકાશે. જોકે, પોલીસે એમ પણ કહ્યું હતું કે પીડિતાની ઉંમર 18 વર્ષથી વધુ હોવાની સંભાવના છે.
ફિરોઝાબાદના પોલીસ અધિક્ષક મુકેશચંદ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, યુવતી પાસેથી મળેલી ફરિયાદના આધારે આ કેસમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભુરીસિંહ, અનિલ કુમાર અને વેદપ્રકાશ સામે આઈપીસી, ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 376 અને એસસી/એસટીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કોર્ટના આદેશથી આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle