દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોન(Omicron)ના કેસ વધી રહ્યા છે. આંધ્રપ્રદેશ, ચંદીગઢ અને કર્ણાટક, નાગપુર બાદ હવે આ ખતરનાક વાયરસ કેરળ(Kerala)માં પણ દસ્તક આપી છે. રવિવારે બ્રિટનથી પરત ફરેલા પુરુષ મુસાફરમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલી તેમની પત્ની અને માતા પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ જાણકારી આપી છે. દેશમાં ઓમિક્રોનના સતત વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 38 કેસ નોંધાયા છે:
આંધ્ર પ્રદેશ અને ચંદીગઢમાં, કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનમાં એક-એક કેસ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના નાગપુરમાં ઓમિક્રોનનો એક નવો કેસ સામે આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 38 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 18, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3, કર્ણાટકમાં 3, દિલ્હીમાં 2, ચંદીગઢ, આંધ્રપ્રદેશ અને કેરળમાં 1-1 કેસ નોંધાયા છે.
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો:
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણોમાં થાક લાગવો, શરીરમાં દુઃખાવો થવો,માથામાં ખુબ જ દુખાવો થવો વગેરે જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.
Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો:
નાક બંધ રહેવું, ખૂબ વધારે તાવ આવવો આ પ્રકારના લક્ષણો ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓમાં જોવા મળતા નથી.
જાણો કેમ છે અત્યંત ખતરનાક ઓમિક્રોન?
ઓમિક્રોન વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના કુલ 35 જેટલા દેશોમાં ઓમિક્રોને દશેહત ફેલાવી છે. બીજી લહેર લાવનાર ડેલ્ટાથી ઓમિક્રોન 5 ગણો વધુ ઝડપથી ફેલાય છે. જેનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે ડેલ્ટા વેરિએન્ટ જેટલો 100 દિવસમાં ફેલાયો હતો ઓમિક્રોન તેટલો માત્ર 15 દિવસમાં જ ઘણા ખરા લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ડરની વાત એ છે કે, આ વાયરસનું સંક્રમણ હોવા છતા પણ રિપોર્ટમાં પકડાતો નથી. ઓમિક્રોન વાયરસ ઝડપી સંક્રમિત કરનારો વેરિઅન્ટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.