કોરોના વાયરસના સકંજામાં ફક્ત માણસો જ નહીં પરંતુ જાનવરો પણ આવી રહ્યા છે. ઘણી રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો તેમજ તેની પુષ્ટિ પણ થઇ છે. હાલમાં જ અમેરિકામાં એક પાળતૂ શ્વાન કોરોનાથી સંક્રમિત થયો હતો તેમજ હવે મળી રહેલ જાણકારી મુજબ તેનું મોત પણ થયું છે.
શ્વાનનું નામ ‘Buddy’ રાખેલ હતું તેમજ તે જર્મન શેફર્ડ બ્રીડનો શ્વાન હતો. આ શ્વાન માત્ર 7 વર્ષનો જ હતો. એપ્રિલ મહિનામાં તેનામાં કોરોના વાયરસનાં લક્ષણો પણ જોવા મળ્યા હતા. શ્વાનનાં માલિક રોબર્ટ મેહોની ન્યૂયોર્કમાં જ રહે છે, તેમજ તેઓ પણ એપ્રિલ મહિનામાં કોરોનાથી સંક્રમિત પણ થઈ આવ્યા હતા.
આ Buddy ને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડી રહી હતી તેમજ વધી રહેલ સમયની સાથે જ તેની તકલીફો પણ વધતી ગઇ હતી. મે મહિનામાં એક પશુ ચિકિત્સકે Buddyમાં કોરોનાની પુષ્ટિ કરી આપી હતી. અમેરિકાએ જૂન મહિનામાં માહિતી આપી હતી, કે ન્યૂયોર્કમાં એક જર્મન શેફર્ડ દેશમાં કોરોનાથી સંક્રમિત થનાર આ પ્રથમ જ શ્વાન છે. Buddyની સ્થિતિ વધુ બગડતી થતી ગઇ. 11 જુલાઇએ તેને દર્દ રહિત મોત પણ આપી દેવામાં આવ્યું હતું.
Buddy કોરોનાથી સંક્રમિત થયા બાદ તેના માલિકને પણ ઓળખી શકતો ન હતો. તેના નાકમાંથી પણ મ્યૂકસ સતત જ બહાર આવતું રહેતું હતું. 11 જુલાઇએ Buddyને લોહીની ઉલટીઓ પણ થવા લાગી હતી. મૃત્યુ બાદ Buddyના બ્લડની પણ તપાસ કરવામાં આવી હતી. તેમાં જાણ થઇ કે તેને લિમ્ફોમા હતો.
આ એક નર્વસ સિસ્ટમમાં થનારો કેંસરની બીમારી છે. ન્યૂયોર્ક સિટી સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવતા કહ્યું હતું કે, તેઓ Buddy નાં શબની નેક્રોપ્સી પણ કરાવશે. ત્યારબાદ Buddy નાં ડૉક્ટરોને તમામ જાણકારી આપવામાં આવશે. ત્યારબાદ જ તેનો અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે.
શ્વાનના બ્લડની તપાસમાં પણ પ્રતિરોધક પ્રણાલીના કેંસરની જાણકારી મળી છે. હાલમાં એ ક્લિયર નથી, કે તેનું મોત કોરોના સંક્રમણથી જ થયું છે કે નહીં. અમેરિકાએ અત્યાર સુધીમાં કેટલાંય પશુઓમાં કોરોનાની પુષ્ટિ પણ કરી છે. સરકારનાં પ્રમાણે, અત્યાર સુધીમાં કુલ 12 શ્વાનો, 10 બિલાડી, 1 સિંહ તેમજ 1 વાઘ પણ કોરોનાના સકંજામાં આવી ચુક્યા છે.
અમેરિકાએ આ વિશે જણાવતાં કહ્યું છે કે, પશુઓનું પરસ્પર કોરોના ફેલાવવાની સાબિતી મળી નથી પણ એવું લાગી રહ્યું છે કે, ઘણી પરિસ્થિતિમાં મનુષ્યોમાંથી પણ આ સંક્રમણ જાનવરોમાં ફેલાઇ શકે છે. જો કે, હજી સુધી એ નક્કી નથી થઇ શક્યું, કે આ જાનવરોને લીધે જ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે કે નહીં. પરંતુ વાયરસને લીધે જ આ જાનવરોની સ્થિતિ બગડી થઇ રહી છે.
જો માણસો બાદ પશુઓ અને જાનવરો કોરોનાનો શિકાર બનવા લાગ્યા તો પરિસ્થિતિ ખુબ ગંભીર બનશે. કારણ કે લોકોની આસપાસ ઘણા ઘણા પશુ અને જનાવરો હરતા ફરતા રહે છે. જો તેમાં પણ કોરોનાનું સંક્રમણ થયું તો દરેક લોકો માટે આ ગંભીર બાબત સાબિત થશે. હાલ ડોકટરો દ્વારા સાબિત તો નથી થયું કે પશુઓમાં કોરોના જોવા મળશે પણ આ ઘટના સામે આવતા ડોક્ટર અને કોરોનાના નિષ્ણાતો ચિંતામાં આવ્યા હતા. હાલ એવી કોઈ ઘટના સામે આવી નથી કે કોઈ પણ પશુ અથવા જાનવરને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હોય. આ પહેલો કેસ સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP