ભાજપને હંફાવવા માટે BTPએ 12 ઉમેદવારોના નામ કર્યા જાહેર- જાણો કઈ બેઠક પરથી કોણે મળી ટીકીટ?

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ગતરોજ ઉમેદવારોની 10મી યાદી જાહેર કરવામાં…

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ગતરોજ ઉમેદવારોની 10મી યાદી જાહેર કરવામાં આવી હતો. તો 4 નવેમ્બરના રોજ કોંગ્રેસ(Congress) દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી હતી. આ વચ્ચે હવે ભારતીય ટ્રાયબલ પાર્ટી(Bharatiya Tribal Party) પણ આગામી ચૂંટણીને લઈને સક્રિય થઈ ગઈ છે. પાર્ટી દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવામાં આવી છે.

BTPએ જાહેર કર્યા ઉમેદવારો:
BTPએ 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. નાંદોદ બેઠક પરથી મહેશ શરદ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભિલોડા બેઠક પરથી ડો.માર્ક કટારાને ટિકિટ આપવામાં આવી છે, ઝાલોદ બેઠક પરથી મનસુખ કટારાને ટિકિટ આપવામાં આવી છે, દાહોદ બેઠક પરથી દેવેન્દ્ર મેડાને ટિકિટ આપવામાં આવી છે, સંખેડા બેઠક પરથી ફુરકન રાઠવાને ટિકિટ આપવામાં આવી છે.

આ ઉપરાંત કરજણ બેઠક પરથી ઘનશ્યામ વસાવાને ટિકિટ આપવામાં આવી છે, જંબુસર બેઠક પરથી મણીલાલ પંડ્યાને ટિકિટ આપવામાં આવી છે, વ્યારા બેઠક પરથી સુનિલ ગામીતને ટિકિટ આપવામાં આવી છે, નિઝર બેઠક પરથી સમીર નાઈકને ટિકિટ આપવામાં આવી છે, ડાંગ બેઠક પરથી નિલેશ ઝાંબરેને ટિકિટ આપવામાં આવી છે, ધરમપુર બેઠક પરથી સુરેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે, નાંદોદ બેઠક પરથી મહેશ સરાદભાઈ વસાવા અને ઓલપાડ બેઠક પરથી વિજય વસાવાને ટિકિટ આપવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આગામી વિધાનસભાની ચૂંટણીમાં છોટુ વસાવા ધારાસભ્ય તરીકે ઉમેદવારી કરશે નહીં. જ્યારે મહેશ છોટુ વસાવા ઝઘડીયા બેઠક પરથી ઉમેદવારી કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો ડેડીયાપાડાથી પાર્ટી બહાદુર વસાવાને ટિકિટ આપી શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા હજુ સુધી આ બંન્ને સીટ પર ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા નથી.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *