કોરોનાવાયરસ ને લીધે દેશભરમાં lockdown વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયના અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે આઠ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે.તેની સાથે જ લોકોના મનમાં સવાલ ઊભા થઈ રહ્યા છે કે આજે પીએમ મોદી દેશને આ વખતે શું કહે છે.
હકીકતમાં આ સંબોધન એટલા માટે પણ ખાસ માનવામાં આવી રહ્યું છે કે સોમવારના રોજ પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને તેમની પાસે lockdown પર 15 મે સુધી રોડ મેપ માગ્યો હતો.એવામા 15 મેના પહેલા પ્રધાનમંત્રી ના આ સંબોધન ને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે.દેશભરમાં લાગુ lockdown ૧૭મીના રોજ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને આ દિવસે રવિવાર આવી રહ્યો છે તો લોકોના મનમાં એવું છે કે શું આ વખતે પણ પીએમ મોદી સમગ્ર દેશને કશું કરવા માટે કહેશે.
આના પહેલા પણ પીએમ મોદી બે વખત દેશવાસીઓને નકારાત્મકતા દૂર કરવા માટે ટાસ્ક આપી ચૂક્યા છે.સૌથી પહેલા પ્રધાનમંત્રી દેશવાસીઓને અયોધ્યા નો આભાર માનવા માટે ઘરની અગાસી પર બાલ્કની અને દરવાજા ઉપર ઊભા રહી તાળી અને થાળી વગાડવાનું કહ્યું હતું અને લોકોએ આવું કહ્યું પણ હતું. લોકોએ સાંજે પાંચ વાગ્યે પોતાના ઘરે રહીને જોરજોરથી તાળી અને થાળીઓ વગાડી.
તેમજ બીજી વખત પીએમ મોદીએ તમામ દેશવાસીઓને રાત્રે 9 વાગ્યે ઘરની તમામ લાઇટ બંધ કરી ઘરની બહાર દરવાજા કે ધાબા ઉપર મીણબત્તી કે દીવો પ્રગટાવવાની અપીલ કરી હતી.જેનાથી કોરાણા સામે લડી રહેલા દર્દીઓને એ સંદેશ મળે કે આખો દેશ તેમની સાથે ઊભો છે.તેમજ પીએમ શું આજે કોઈ નવી પ્રવૃતિ આપશે એના પાસ ઉપર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને લોકોને રાત્રે આઠ વાગેની રાહ જોઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news