GST કરચોરી કરનાર બિલ્ડરો વિરુદ્ધ સુરતમાં પ્રથમ FIR- ગ્રાહક પાસેથી ટેક્સ લીધા બાદ બીલ ન અપાતા ભાંડો ફૂટ્યો

સિંગણપોર ડભોલી લીંક રોડ જહાંગીરપુરા બ્રીજ પાસે આવેલા શુકન શ્રી એપાર્ટમેન્ટ બનાવનારા બિલ્ડરો દ્વારા જીએસટી ન ભરવામાં આવ્યો હોવાનું ફ્લેટ ખરીદનારા દ્વારા ચોક બજાર પોલીસ સ્ટેશન માં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચોકબજાર પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ બિલ્ડરો વિરૂધ્ધ નોંધેલી આ ફરિયાદ શહેરની પ્રથમ જીએસટી વિરૂધ્ધની ફરિયાદ હોવાનું કહેવાઈ રહ્યું છે.

બિલ્ડરો દ્વારા જીએસટી કર નહોતો ભરાતો

ડભોલીના શુકન શ્રી એપાર્ટમેન્ટમાં ફ્લેટ હોલ્ડર નાનજીભાઈ રામજીભાઈ સવાણીએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ શ્રી કોર્પોરેશનના ભાગીદારી પેઢીના ભાગીદારોએ શુકન શ્રી વિભાગ- 1માં ફ્લેટ નંબ સી 301નો કિંમત 18 લાખ 75 હજારમાં વેચ્યો હતો. આ ફ્લેટ બુક કરાવ્યા બાદ ફરિયાદીને ચીઠ્ઠી આપી થોડા સમય બાદ ફરીથી લઈ લીધેલી. બિલ્ડરોએ આજદીન સુધી જીએસટી ભર્યો અંગેની રસીદો આપી નહીં.

જેથી નાનજીભાઈએ જીએસટી બાબતે કર વેરા નિષ્ણાંતની સલાહ લીધી હતી. પૂછપરછ કરતાં પાન કાર્ડ ઉપરથી જીએસટી નંબર ઓનલાઈન ચકાસ્યો હતો. જેમાં શ્રી કોર્પોરેશનના જીએસટી નંબર નંબર- 24ACOFS2849F1Z રેન્જ-V જે ઘટક-૬૫ સુરત અને રજીસ્ટ્રેશન તારીખ-૧-૭-૨૦૧૭ અને પાર્ટનરશીપ ફોર્મ સાથે જોતા જેઓએ કોઈ રીટર્ન આજદિન સુધીમા ફાઈલ કરેલ નથી અને શ્રી કોર્પોરેશનના ભાગીદારોએ ફ્લેટ હોલ્ડરો પાસેથી ફ્લેટ દીઠ રૂપીયા ૯૩૭૫૦/- જીએસટીના નાણા પેટે ભરવાનુ જણાવી વિશ્વાસ કેળવી વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ હોય, ઇ.પી.કો.કલમ- ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી બિલ્ડરોના નામ

રોહિત ભીમજી બલર, દિનેશ મનજી માણીયા, ખોડાભાઈ એન મોરડીયા

સર્વિસ ટેક્સ ભરતા હતાઃઆરોપી બિલ્ડર

રોહિત બલર(શ્રી કોર્પોરેશન ના એક ભાગીદાર) એ જણાવ્યું હતું કે, વાત લગભગ મે 2019 ની છે. પહેલા તમામ બિલ્ડર સર્વિસ ટેક્સ ભરતા હતા ત્યારબાદ GST લાગુ થયું હતું. ક્રેડિટ ફોરવર્ડ કરવામાં આવે છે જે ઓન લાઇન દેખાતી ન હતી. જેને લઈ GST ની રેડ પડી હતી. તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા હતાં. હવે ફરિયાદ નોંધાય એ તમારાથી ખબર પડે છે. પણ અમારે કોઈ GST ટેક્સ ભરવાનો થતો નથી. બસ ક્રેડિટ ફોરવર્ડ થાય એટલે તમામ ટેક્સ ભરપાઈ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *