મનસુખ માંડવિયા બાદ ગુજરાતના આ નેતાને પણ મળ્યું મોદી કેબિનેટમાં સ્થાન, જાણો વધુ

મોદી કેબિનેટને લઇને ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે, ત્યારે મનસુખ માંડવિયા સિવાય વધુ એક ગુજરાતના નેતાને PM મોદી સાથે મુલાકાત માટે ફોન આવી ગયાનો રિપોર્ટ સામે આવી ગયો છે. પરસોત્તમ રૂપાલાને ફરીએકવાર મોદી કેબિનેટમાં સ્થાન મળવાની વાત સામે આવી છે. પરસોત્તમ રૂપાલાએ આ અંગે આનંદ વ્યક્ત કરતા પણ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જે જવાબદારી મળશે, તેને પ્રામાણિકતાથી નિભાવીશું.

મનસુખ માંડવિયાને પણ મળ્યું ફરી કેબિનેટમાં સ્થાન…

લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવનાર નરેન્દ્ર મોદી આજે બીજી વાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવાના છે, ત્યારે આ પહેલા મોદી કેબિનેટના મંત્રીઓના નામોએ ચર્ચા જગાવી છે. આજે સાંજે 7 કલાકે પોતાના મંત્રીમંડળ સાથે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ કાર્યક્રમ થશે. આ પહેલા સંભવિત મંત્રીઓને ફોન આવવાનું શરૂ થઇ ગયું છે. કહેવાય છે કે, સંભવિત મંત્રીઓ સાથે PM મોદી આજે 4.30 વાગ્યે બેઠક કરી શકે છે.

Loading...

ગુજરાતમાંથી ફરીએકવાર મનસુખ માંડવિયાને કેબિનેટમાં સ્થાન મળવાનું નક્કી થઇ ગયું છે. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, હું નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજીનો આભાર માનું છું કે, તેમણે ફરીએકવાર મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને મને તેમણે સરકારનો હિસ્સો બનવા માટે આમંત્રણ આપ્યું. હું તે બંનેનો આભારી છું.


આ સિવાય મનસુખ માંડવિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ સાઇકલ પર શપથ ગ્રહણ સમારોહમાં જશે, ત્યારે તેમણે કહ્યું હતું કે, મારા માટે સાઇકલ પર જવું ફેશન નથી, પરંતુ મારું પેશન છે. હું હંમેશાં પાર્લામેન્ટમાં સાઇકલ પર જઇશ. આ ઇકો ફ્રેન્ડલી છે અને ઇંધણની પણ બચત કરે છે અને તમને ફિઝિકલી હેલ્ધી પણ રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.