ભારતના ઈતિહાસમાં પહેલીવાર થઇ આવી સર્જરી: કેન્સરગ્રસ્ત બાળકીના પગના હાડકામાંથી જડબું બનાવી સફળ સર્જરી કરી

અમદાવાદ(ગુજરાત): કેન્સરથી પીડિતા 4 વર્ષના બાળકીના મોમાં માઇક્રોવેસ્ક્યુલર સર્જરી કરવામાં આવ્યું હોય તેવો  પ્રથમ કેસ દેશમાં હોવાનો દાવો ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના ડોક્ટરોએ કર્યો છે.…

અમદાવાદ(ગુજરાત): કેન્સરથી પીડિતા 4 વર્ષના બાળકીના મોમાં માઇક્રોવેસ્ક્યુલર સર્જરી કરવામાં આવ્યું હોય તેવો  પ્રથમ કેસ દેશમાં હોવાનો દાવો ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના ડોક્ટરોએ કર્યો છે. ડોક્ટરોએ વિશ્વમાં અને દેશમાં દુર્લભ ગણી શકાય તેવા 4 વર્ષના કેન્સરગ્રસ્ત બાળકીનું મોઢાને પગના હાડકામાંથી બનાવીને સફળતાપૂર્વક તેની પ્લાસ્ટીક સર્જરી કરાઈ છે.

જૂનાગઢમાં રહેતા ઝેનાબને મોમાં ગાંઠ હતી. સાર્કોમાં એક પ્રકારની દુર્લભ ગાંઠ છે. વળી 4 વર્ષની બાળકીમાં જોવા મળી હોય તેવો આ પ્રથમ બનાવ હતો. નાની ઉંમરમાં આવી ગંભીર ગાંઠની જાણ થતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા ત્યાના તબીબો પણ આ પ્રકારની ગાંઠ જોઇ ડોક્ટરો પણ ચોકી ગયા હતા. અમદાવાદની સિવિલ મેડિસિટીની જી.સી.આર.આઇ. ઇન્સ્ટીટ્યુટમાં જ ફક્ત આવી સર્જરી શક્ય હોવાનું જણાવ્યું હતું.

માઇક્રોવેસ્ક્યુલર સર્જરીને કોઠાસુઝ અને પોતાના અનુભવથી સફળતાપૂર્વક પાર પાડનારા પ્લાસ્ટિક સર્જન ડૉ. હેમંત સરૈયાએ જણાવ્યું હતું કે, ઝેનાબના કેસમાં કેન્સરગ્રસ્ત જડબાનો ભાગ કાઢવામાં ન આવે તો મોઢાના અન્ય ભાગમાં કેન્સર થઇ શકે છે. જે બાળકીના જીવને જોખમમાં મૂકી શકે છે. આવી પરિસ્થિતિઓ વચ્ચે વધુ પડકારજનક હતુ કે કાઢેલા મોઢાને પુન:સ્થાપિત કરવું. કેન્સરગ્રસ્ત જડબું કાઢીને ફરી વખત બનાવવામાં ન આવે તો બાળકીનો ચહેરો આકાર વગરનો બનાવાની સંભાવના પણ રહેલી હતી. તેના દાંત સામ-સામે ન બેસે તો આખુ જીવન પ્રવાહી ખોરાક લેવું પડે છે. આ તમામ પરિણામો બાળકીના શારીરીક અને માનસિક વિકાસ પર અસર કરે છે.

ઘણી મુશ્કેલી બાળકીનું જડબું બનાવવામાં આવી હતી. કારણ કે બાળકના પગનું હાડકુ ઘણું નાનું અને પાતળું હોય છે. તેથી તેને આરીથી કાપીને જડબા જેવું કરવું પડે છે. આ દરમિયાન 1 મી.મી. જેટલી પણ ખામી સર્જાય તો બાળકીના બંને જડબા બરાબર બેસી શકે નહીં. વળી આરીથી હાડકુ કાપતી વખતે જડબાની નીચેના ભાગમાં રહેલી લોહીની નળી ભૂલથી કપાઇ જાય તો આખું હાડકુ નકામું થઇ જાય છે. જેથી નવો આકાર લઇ રહેલા હાડકામાં અતિમોંધી ટાઇટેનીયમની 3 કે 4 પ્લેટો અને 12 થી 16 જેટલા સ્ક્રુ નાંખી તેને જોડાયું હતું.

સૌથી જોખમી હિસ્સો આ સર્જરીનો આ હાડકાની વાળ જેટલી 3 લોહીની નળીઓને ગળા અને મગજની નળીઓ સાથે જોડીને તેમાં લોહીનું પરિભ્રમણ શરુ કરવાનો હતો. જો આવું કરવામાં ન આવે, કોઇપણ નળી બ્લોક થઇ જાય અને નવનિર્મિત હાડકુ સડી જવાની શક્યતા રહેલી હતી. આ પડકારજનક ઓપરેશનને જી.સી.આર.આઇ.ના પ્લાસ્ટીક સર્જન ડૉ. હેમંત સરૈયા, ડૉ.પ્રીતમ અને કેન્સર સર્જન ડૉ.ઉમાંક ત્રિપાઠી અને ટીમે સળતાપૂર્વક પૂરું કર્યું હતું.

સૌ પ્રથમ તેઓએ ગળામાં કાણું પાડીને બાળકીને શ્વાસ માટેની હંગામી વ્યવસ્થા ગોઠવી હતી અને કેન્સરગ્રસ્ત જડબું કાઢી નાંખાવમાં આવ્યું હતું. ત્યારબાદ બાળકીના ડાબા પગનું હાડકું, લોહીની નળીઓ ચામડી સાથે લેવામાં આવી હતી.

જડબાના માપ મુજબ કાપેલા નવા હાડકાને આકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સપોર્ટ અને મજબૂતાઇ માટે ટાઇટેનીયમની પ્લેટ્સ અને સ્ક્રુ સાથે બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ફ્લેપની 3 લોહીની નળીઓને જે વાળ જેટલી પાતળી હતી. માઇક્રોસ્કોપની મદદથી તેને ગળાની અને મગજનાં ભાગમાંથી રક્તવહન કરતી નળીઓ સાથે  ગળાના ભાગને 8 થી 10 ગણું મોટું કરી જોડવામાં આવી હતી. આમ લોહીનું પરિભ્રમણ ફરીથી શરુ થાય છે.

આ નળીઓ ઓપરેશન બાદ સંકોચાઇ ન જાય અને લોહીનો ગઠ્ઠો આવી જવાથી નળી બ્લોક ન થઇ જાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. અંતે 9 કલાકની અતિજટીલ સર્જરી બાદ ઝેનાબની પીડાનો અંત આવ્યો હતો. આગામી સમયમાં ઝેનાબની ફીઝીયોથેરાપી કસરતની શરૂઆત કરવામાં આવશે. થોડા સમય પછી નવા દાંત પણ નાખવામા આવશે.

આ સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પૂરી થયા પછી અને પોતાના દીકરીને પીડામૂક્ત જોઇ પરિવારજનો ભાવવિભોર થયા હતા. તેઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અને જી.સી.આર.આઇ.ના ડોકટરોનો 8 થી 10 લાખ રૂપિયા જેટલી ખર્ચાળ અને અતિજટીલ સર્જરી વિનામૂલ્યે અને અતિજોખમી સર્જરી સફળતાપૂર્વક પૂરી કરવા બદલ પરિવારે ડોકટરોનો આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *