ચાર-ચાર પ્રેમિકા સાથે કર્યા હતા લગ્ન- પહેલી પત્નીને જાણ થતા એવું કામ કર્યું કે પેલી ત્રણેય…

ઉત્તર પ્રદેશના બાગપત વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 4-4 લવ મેરેજ કરનાર પતિને એની પહેલી પત્નીએ જ સોપારી આપીને હત્યા કરાવી નાંખી…

ઉત્તર પ્રદેશના બાગપત વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 4-4 લવ મેરેજ કરનાર પતિને એની પહેલી પત્નીએ જ સોપારી આપીને હત્યા કરાવી નાંખી હતી. ક્યારેક સંબંધોની વચ્ચે તીરાડ કેટલો ભયાનક વણાંક લાવે છે. આ વાક્ય આ ઘટના પર બરોબર અસર કરતું જોવા મળે છે. બાગપત પોલીસે દિલ્હીમાં પ્લેસમેન્ટ એજન્સી ચલાવનાર વ્યક્તિની હત્યામાં કેટલીક સ્પષ્ટતા કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવકની પહેલી પત્નીએ તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા.

.ત્યારબાદ આ વ્યક્તિએ બીજી 3 યુવતીઓ સાથે લવ મેરેજ કરતા સંપત્તિ બાબતનો મામલો જીવલેણ સાબિત થયો હતો. પોલીસે જણાવ્યું કે, સંપત્તિના વિવાદમાં પહેલી પત્નીએ સોપારી અપાવીને પોતાના જ એક સમયે રહી ગયેલ  પતિની હત્યા કરાવી નાંખી હતી. ઉત્તર પ્રદેશના બડૌત શહેરના શાહપુર વિસ્તારના રહેતા અમિત કુમારે તારીખ 19 જૂનના રોજ પોલીસ ફરિયાદ નોધાવી હતી. જેમાંથી આગળ જાણવા મળ્યું હતું કે, બાઈક પર આવેલા 3 વ્યક્તિએ એના ભાઈ વિકાસ એટલે કે નીટુની હત્યા કરી નાંખી હતી.

વિકાસ દિલ્હીમાં એક પ્લેસમેન્ટ કંપની ચલાવતો હતો અને ત્યાં દિલ્હીમાં જ રહેતો હતો. 11 વર્ષ પહેલા તેના લગ્ન રજની નામની એક યુવતી સાથે થયા હતા. એ પછી રજનીએ 2 બાળકોને જન્મ આપ્યો હતો.એ પછી વર્ષ 2017-2020 વચ્ચે વિકાસે બીજી 3 વ્યક્તિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેથી આ મામલે ઘરમાં વિવાદ  થયો હતો. એવો પણ આરોપ લગાવ્યો છે કે, વિકાસ તેની પહેલી પત્ની રજનીનો પૂરી રીતે ખ્યાલ રાખતો ન હતો. છૂટાછેડા આપ્યા બાદ પણ તે સંપત્તિ આપવા માગતો ન હતો. એ પોતાની તમામ સંપત્તિ તે પેલી 3 યુવતીના નામે કરવા માગતો હતો. આ કારણે રજનીએ વિકાસની સાથે કામ કરતા સુધીરને વિશ્વાસમાં લીધો હતો.

એમને વિકાસની હત્યા કરવા માટે તૈયાર કર્યો હતો. સુધીરે વિકાસની હત્યા કરાવવા માટે એક કોન્ટ્રાક્ટ કિલરનો સંપર્ક કર્યો હતો. બાગપતના રોહિત એટલે કે પુષ્પેન્દ્ર, સચીન અને રવિને 6 લાખ રૂપિયાની સોપારી આપવાનું નક્કી કર્યું. આ માટે તેને 3 લાખ રૂપિયા એડવાન્સમાં આપવામાં આવ્યા હતા. પોલીસે સુધીર અને રોહિત તેમજ સાથે-સાથે રજનીની ધરપકડ કરી લીધી છે. રજની એ દિલ્હીની રહેવાસી છે. પોલીસે રજની પાસેથી 20,000 રૂપિયા પણ જપ્ત કર્યા છે. જ્યારે સુધીર પાસેથી પોલીસે2 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. આ સિવાય કાર, બાઈક તથા હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *