ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે.
થોડા સમય પહેલા હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અને આજે ફરી વખત હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, આણંદ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છમાં શરૂઆતના ત્રણ દિવસ અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામગર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરથી 17 થી 21 ઓગસ્ટે વરસાદ આવશે
ગુજરાત ઉપર હાલમાં વાદળયુક્ત વાતાવરણ બન્યું છે. સાઉથ-વેસ્ટ દરિયાઇ ભેજયુકત પવનોથી વરસાદને અનુકૂળ વાતાવરણ બનતા વરસાદ વરસ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં ડેવલપ થનાર લો પ્રેશર સિસ્ટમથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ 18 અને 19 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાત રાજ્યના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં વાતાવરણને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનીક સરક્યુલેશની અસરને પગલે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં 17 થી 21 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સકર્યુલેશનની અસરના કારણે 18 અને 19 ઓગસ્ટે એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Moderate risk of flash floods for next 24 hours over some areas of North Chhattisgarh, East Madhya Pradesh, West Madhya Pradesh & adjoining areas of Rajasthan & South Gujarat sub-division: Central Water Commission Official Flood Forecast citing IMD flash flood guidance pic.twitter.com/rv4FEYFog6
— ANI (@ANI) August 17, 2020
17 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, આણંદ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદ પડશે.
18 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 18 ઓગસ્ટના રોજ આણંદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામગર, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
Isolated heavy to very heavy with extremely heavy falls likely over east Rajasthan on 18th & 19th Aug & over Uttarakhand on 18th Aug. Widespread rainfall with isolated heavy to very heavy falls very likely over Gujarat state, Maharashtra & Goa: India Meteorological Department pic.twitter.com/a9ydzEUmIe
— ANI (@ANI) August 17, 2020
19 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 19 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના પાટણમાં અત્યંતભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે.
20 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 20 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
21 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 21 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, સુરત અને નવસારીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews