હાલમાં ગુજરાત (Gujarat)ના વલસાડ (Valsad)માંથી એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, વલસાડના પારડી પોલીસે(Pardi police) વાહન ચેકિંગ કરતા વિદેશી યુવતીઓના વાહનમાંથી વિદેશી દારૂ(Exotic alcohol) મળી આવ્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી દમણ (Daman)થી લવાયેલો દારૂ અને ઈકો કારને પોલીસે કાર જપ્ત કરી છે.
કારમાં ડ્રાઈવર ક્લિનર સાથે સવાર 5 વિદેશી યુવતીઓ પાસેના પર્સ ચેક કરતાં પાંચેય યુવતીના પર્સમાંથી વિદેશી દારૂની 8 બોટલ મળી આવી હતી. આ તમામ યુવતી થાઈલેન્ડની હોવાનો દાવો કરાયો છે. જેને સુરત ભરુચનો ડ્રાઈવર ક્લીનર દમણ ભાડા પર કાર નક્કી કરી ફરવા લાવ્યો હતો. થાઈલેન્ડની યુવતીઓ પાસેથી મળી આવેલા દારુની કિંમત 40 હજાર આંકવામાં આવી છે.
મૂળ થાઈલેન્ડની યુવતીઓ સુરત અને ભરૂચથી કાર ભાડે કરી દમણ ખાતે ફરવા ગયેલી હતી. દમણમાં ખાણીપીણીની મોજ કરી તે ફરી ગુજરાતમાં આવી રહી હતી. દરમિયાન તેમને પોલીસે દારૂ સાથે હોય ઝડપી પાડી હતી. પોલીસે ડ્રાઈવર ક્લીનરને નિવેદન લઈ જવા દીધા હતા. જ્યારે આ પાંચેય થાઈલેન્ડની યુવતી સામે પોલીસે વિવિધ પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરીવધુ કાર્યવાહી હાથ ધરી છે.