અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 24 કલાકમાં ધોધમાર પાંચ ઈંચ વરસાદ.

અમદાવાદમાં હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત વરસાદનું રૌંદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાતભર સમગ્ર…

અમદાવાદમાં હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.

ત્યારે અમદાવાદમાં ફરી એક વખત વરસાદનું રૌંદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાતભર સમગ્ર શહેરમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં 5 ઈંચથી વધુ જ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ સરખેજમાં પડ્યો હતો. સરખેજમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદમાં અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડાથી નારોલ વિસ્તારમાં અને પશ્ચિમ વિસ્તારમા અનેક વિસ્તરામાં પાણી ભરાયા છે. શહેરના વેજલપુર, માનસી સર્કલ, પ્રહલાદનગર, આંબાવાડી, ઈન્કમટેક્સ, નિકોલ, નરોડા અને ઓઢવે સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી ભરાવવાના કારણે અનેક વાહન ચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.

અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાસણા બેરેજના મોડી રાત્રે 6 દરવાજા ખૂલાયા અત્યારે ત્રણ દરવાજા ખુલ્લા કરી દેવાયા છે.

ભારે વરસાદના કારણે અખબાર નગર અંડરપાસ ભરાઇ ગયો છે અને હાલ તેને બંધ કરી દેવામાં આવ્યો છે.

પ્રહલાદનગર વિસ્તારમાં કોર્પોરેટ રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થતાં ફાયરબ્રિગેડ તેને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

ભારે વરસાદના કારણે રેલવે વ્યવહારને પણ અસર થઈ છે. 26 ટ્રેન રદ કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓ બંધ થતાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ.

વેજલપુર બેટમાં તબ્દિલ

અમદાવાદના વેજલપુરમાં ભારે વરસાદના કારણે શ્રીનંદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ભરાયા આ ઉપરાંત વીજળીની ડીપી પણ પાણીમાં ગરકાવ થઈ. લોકોના ઘરમાં પાણી ભરવાના કારણે લોકોએ ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે રાત્રી ઉઘી રહ્યા હતા ત્યારે ઘરમાં પાણી ઘૂસી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *