મતદાન કરતા પહેલા માતા હીરાબા ના આશીર્વાદ લેવા પહોંચ્યા પીએમ મોદી

Published on: 3:32 am, Tue, 23 April 19

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ૧૧૭ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ગુજરાતમાં આવી પહોંચ્યા છે.

મતદાન કરી આ પહેલા વડાપ્રધાન મોદીએ ગાંધીનગર ખાતે તેમના માતા હીરાબા ના નિવાસસ્થાન ની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને તેમના માતા ના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. હીરાબાએ નરેન્દ્ર મોદીને ચૂંદડી ભેટ આપીને વિજ્યિભવ આશીર્વાદ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આજે ત્રીજા તબક્કાના મતદાનમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ થઈ જશે .