માર્ગ અકસ્માતની ઘટનાઓ ગુજરાતમાંથી અવારનવાર સોશિયલ મીડિયા પર સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.ગુજરાતનાં અમદાવાદ શહેરમાં BRTS બસ અકસ્માત કરવા માટે કુખ્યાત છે. આજે પણ શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં બસ ઘુસી જતા બસના બે ફાડિયા થઈ ગયા હતા.
જેને કારણે કુલ 5 લોકોને ઈજા પહોંચી છે. આ 5 ઈજાગ્રસ્ત લોકોમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે. મળેલ જાણકારી પ્રમાણે આજે બપોરના સમયે BRTS બસ શહેરના અખબારનગર અન્ડર બ્રિજ પાસેથી પસાર થતી વખતે એક ટૂ વ્હીલર ચાલક આડે આવ્યો હતો. જેને કારણે ડ્રાઈવરે ટૂ વ્હિલર ચાલકને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે.
જયપુર-અમદાવાદ હાઈવે પર 100 ફૂટનો પાઈપ ચાલુ બસ ફાડીને બહાર નીકળતા 2 લોકોના નીપજ્યા મોત :
કુલ 7 દિવસ અગાઉ રાજસ્થાનના પાલી જિલ્લામાં જયપુર-અમદાવાદ નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ ગામ નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ 2 લોકોનાં મોત તેમજ કુલ 11 લોકો ઘાયલ થયા હતા.
ગુજરાત: અન્ડર બ્રિજમાં BRTS બસ ઘુસી જતા બસના બે ભાગ થઈ ગયાં pic.twitter.com/7xfAiZlNXY
— Trishul News (@TrishulNews) December 9, 2020
ગેસ પાઈપલાઈન પાથરતી વખતે કંપનીના અધિકારીઓ તેમજ બસ-ડ્રાઈવરની બેદરકારીને લીધે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. કંપનીની ટીમ હાઈડ્રોલિક મશીનથી પાઈપ ઉઠાવીને ખાડામાં મૂકી રહી હતી પણ પવનને લીધે કુલ 100 ફૂટ લાંબી તેમજ કુલ 2 ફૂટ પહોળી પાઈપ રસ્તા પર પસાર થઈ રહેલ ખાનગી બસની આરપાર નીકળી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle