બહુચર્ચિત ગાર્ડિયન અખબાર પોતાના નરેન્દ્ર મોદી વિરુદ્ધ ના અહેવાલો ને લઈને જાણીતું છે ત્યારે વધુ એક અહેવાલ લખીને વિવાદો નું વાવાઝોડું ઉભું કર્યું છે. આ વખતે નરેન્દર મોદી ફરી વાર જીતશે તો દેશ અંધકાર તરફ જશે તેવું લખીને મોદી સમર્થકોને ઝટકો આપ્યો છે. તેનો અમુક અંશ અહી ભાષાનુવાદ સાથે આપેલ છે.
ભારતમાં ચૂંટણી એક તહેવાર ની રીતે ઉજવવામાં આવે છે. ચૂંટણી પંચના નિયમ મુજબ કોઈપણ મતદાતાને બે કિલોમીટરથી વધારે મત દેવા માટે ચાલવું પડતું નથી. ઇલેક્શન ઓફિસરો ઓક્સિજનની ટેન્ક પોતાની સાથે રાખીને હિમાલયમાં, 4,500 મીટર ની ઊંચાઈ પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. પશ્ચિમ ભારતમાં વન પ્રદેશમાં પણ ઇલેક્શન ઓફિસરોએ પોતાની ફરજ નિભાવી. પૂર્વ ભારતમાં ઇલેક્શન ઓફિસર 1-1 મતદાતાઓ સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા. આ રીતે ગયા રવિવારે ભારતમાં લોકસભાની ચૂંટણીનો પર્વ પૂરો થયો છે. આ ચૂંટણીમાં અંદાજે 60 કરોડ લોકોએ મત આપ્યા છે. એક કરોડ યુવાનો એવા છે કે જેઓ પહેલી વખત મત આપી રહ્યા છે.
2019 ની આ વિશ્વની સૌથી મોટી ચૂંટણીએ લોકશાહી પર્વ કરતાં પણ વધારે મહત્વ ધરાવે છે. આ ચૂંટણીએ ભારતીયોના જીવનકાળમાં સૌથી વધુ પ્રભાવશાળી ચૂંટણી હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ૧૯૯૧ થી અત્યાર સુધીમાં સૌથી વધુ નકારાત્મક પરિવર્તન આવ્યું છે. જો નરેન્દ્ર મોદી આવતા પાંચ વરસ માટે પણ પ્રધાનમંત્રી બની જશે અને એક્ઝિટ પોલના આંકડા સાચા પડશે તો ભારત સાંપ્રદાયિકતા નએ સ્થાને પહોંચશે કે જ્યાંથી પરત આવવું અશક્ય બની જશે.
હિન્દુ મતદારો મોદીનો બચાવ કરતા : મોદી નિષ્ફળ ગયા છે, હા, પરંતુ તેઓ ઓછામાં ઓછું મુસ્લિમોને તો તેમનું સ્થાન બતાવી દીધું છે.
2014માં બહુમતીથી ચૂંટાયેલા મોદીની પ્રથમ હિન્દુ એવી ભારતીય જનતા પાર્ટીએ કરેલ એક પણ મોટો વાયદો પૂરો થયો નથી – છેલ્લા ૩૦ વર્ષમાં પ્રથમવાર એક જ પાર્ટી ને સત્તા થી સન્માનિત કરવામાં આવી હતી. મોદીએ વર્ષે બે કરોડ નોકરી આપવાની જાહેરાત કરી હતી. આજે ભારતમાં બેરોજગારી દર છેલ્લા 45 વર્ષોમાં ચરમસીમા ઉપર છે. તેણે સ્માર્ટ સિટી નું વિઝન બતાવીને યુવાન મતદાતાઓનો મત જીત્યો હતો. સ્માર્ટ સિટી જે સ્વચ્છ, હરિયાળુ અને જ્યાં સુપરફાસ્ટ ટ્રેન દોડતી હોય. પરંતુ આમાનું એક પણ નજરે ચડતું નથી. મોદીએ ગંગા સફાઈ ની જાહેરાત કરી હતી. છેલ્લા પાંચ વર્ષ વીતી ગયા છતાં પણ ગંગામાં ગટર અને ઉદ્યોગોનો પ્રવાહી કચરો વહી રહ્યો છે.
સૌથી ખરાબ બાબત તો એ છે કે લોકશાહીના સંસ્થાનોને મોદીના પ્રોજેક્ટ ‘હિન્દુ રાષ્ટ્રમાં’ ફેરવી દેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચ, જેણે 1952માં અશક્ય પરિસ્થિતિઓમાં પણ ચૂંટણી યોજી હતી અને જે પોતાની પારદર્શિતા અને નિષ્પક્ષતા માટે સન્માનિત કરવામાં આવતું હતું, તે ચૂંટણીપંચે પણ 2019 ની ચુંટણીમાં મોદીના હાથનું કામ કર્યું છે. 2019 ની ચુંટણી માં ભાજપ દ્વારા સેનાનું રાજનીતિકરણ થયું અને ન્યાયતંત્ર ડૂબી ગયું, આવી સ્થિતિ 1975માં ઇન્દિરા ગાંધી સમયે સર્જાઇ હતી. ઇન્દિરા ગાંધી 1975માં બંધારણ ને એડ એ મૂકી ૨૧ મહિના સુધી તાનાશાહી ચલાવી હતી.