હજુ પણ ઠંડીનું પ્રમાણ યથાવત જ છે. ભારતના હજુ ઘણા રાજ્યોમાં ઠંડી પાડી રહી છે. શિયાળામાં ઠંડીથી બચવાની રીત ઘણી વખત જીવલેણ સાબિત થઇ જાય છે. નાની એવી ભૂલ લોકોનાં જીવન પર ભારે પડે છે. પંજાબમાં એવી 2 બનાવ બહાર આવ્યા છે એમાં કુલ પાંચ લોકોનાં મૃત્યુ થયા છે. પંજાબ રાજ્યનાં ફિરોઝપુર જિલ્લામાં માતા તેમજ 2 બાળકો અને અમૃતસરમાં સૂતા માતા-પુત્રનું મૃત્યુ થયું છે. ક્યાંક તમે પણ ઠંડીથી બચવા માટે આ ઉપાય તો નથી કરતા ને?
ફિરોઝપુરનાં હામદવાલા ઉતાડ ગામમાં એક ઘરનાં રૂમમાં આગ સળગાવીને સુતા પરિવારનાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા. મૃત્યુ પામેલામાં 35 વર્ષની મહિલા તેમજ એનાં 2 બાળકો સામેલ છે. ત્રણ વ્યક્તિનાં મૃત્યુનું કારણ આગનાં ધૂમડાનાં લીધે શ્વાસ રૂંધાવાનું છે. ઠંડીથી રાહત મેળવવા રૂમમાં આગ સળગાવી હતી તેમજ ટીવી જોતાં જોતા આ ત્રણેય સૂઈ ગયા હતા. સવારનાં સમયે ભેંસોનું દૂધ કાઢવા માટે જયારે મહિલા ન ઉઠી ત્યારે જેઠે દરવાજો ખોલીને જોયું તો મહિલા સહિત બન્ને બાળકોનાં મૃત્યુ થઇ ગયા હતા.
જાણકારી થતા જ મલ્લાવાલા પોલીસ સ્ટેશનની પોલીસ બનાવ સ્થળે પહોંચીને આ 3 મૃતદેહ પર કબજો કરી કાર્યવાહી ચાલુ કરી છે. પરિવારનાં મુખ્ય સભ્ય કેવલ સિંહ દ્વારા કહેવામાં આવ્યું કે, એનાં 2 પુત્ર છે. પુત્ર જગજીત સિંહ 2 વર્ષ અગાઉ મલેશિયા ગયો હતો. જગજીતની પત્ની રાજવીર કૌર (ઉં.વ. 35), પુત્ર સાહિલપ્રીત સિંહ (ઉં.વ. 12 ) તેમજ એકમપ્રીત સિંહ (ઉં.વ. 5) એમની સાથે રહેતા હતા. ઠંડીથી બચવા માટે રવિવારનાં રોજ રાત્રે રાજવીર કૌર દ્વારા રૂમમાં આગ સળગાવી રાખવામાં આવી હતી. આ 3 ટીવી જોતાં જોતાં સૂઈ ગયા હતા.
વહેલી સવારનાં સમયે રાજવીર કૌર ભેંસોનું દૂધ કાઢે છે. સોમવારનાં રોજ સવારનાં સમયે રાજવીર કૌર ભેંસોનું દૂધ કાઢવા માટે ઉઠી ન હતી. કેટલાક સમય પછી કેવલ સિંહ દ્વારા મોટા પુત્રને વહુ રાજવીર કૌરને ઉઠાડવા માટેની વાત કહેવામાં આવી. જ્યારે દરવાજો ખખડાવ્યો તો વહુ દ્વારા અંદરથી કોઈ જવાબ આપવામાં ન આવ્યો. દરવાજો અંદરથી બંધ કર્યો હતો. જેમ તેમ કરીને રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો તો, જોયું કે, વહુ તેનાં 2 બાળકો સાથે પલંગ પર મૃત અવસ્થામાં પડી છે. રૂમમાં થોડો ધુમડો હતો.
આગથી થયેલો ધુમાડો રૂમની બહાર નીકળી શક્યો ન હતો. બીજી બાજુ DSP રાજવીન્દર સિંહ ઢીલ્લો દ્વારા કહેવામાં આવ્યું કે, ત્રણેયનાં મૃત્યુ શ્વાસ રૂંધાવાનાં લીધે થયા છે. પરિવાર જનોનાં નિવેદન નોંધવામાં આવ્યા છે. બનાવ સ્થળે પહોંચેલા SDM રણજીત સિંહ ભૂલ્લેર દ્વારા પીડિત પરિવારની સાથે વાતચીત કરવામાં આવી છે તેમજ મદદ કરવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. બીજી બાજુ પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી ઇન્દ્રજીત સિંહ જીરા પીડિત પરિવારને મળવા માટે પહોંચી ગયા હતા. ઇન્દ્રજીત સિંહ જીરા દ્વારા જણાવવામાં આવ્યું કે, સરકારે પીડિત પરિવારની મદદ કરશે. અમૃતસરમાં પણ એવો જ એક બનાવ બહાર આવ્યો છે.
અમૃતસરનાં લોહગઢ ગેટમાં રવિવારનાં રોજ રાત્રે આગ સળગાવીને સૂતા માતા-પુત્રનું શ્વાસ રૂંધાવાનાં લીધે મૃત્યુ થયું હતું. તો મૃતિકાનાં પતિને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. મૃતકોની ઓળખ રજીનાની ઉંમર 32 તેમજ એનો પુત્ર રજાનની ઉંમર 7 વર્ષ તરીકે થઇ છે. અકસ્માતમાં ઘરમાં પાલતુ પોપટ તેમજ ચકલીઓનાં પણ મૃત્યુ થયા છે. પોલીસ સ્ટેશન D-ડિવિઝનની પોલીસ દ્વારા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને બનાવની તપાસ ચાલુ કરી છે. એચએચઓ સંદીપ સિંહનાં કહ્યા મુજબ મૂળરૂપે પશ્વિમ બંગાળનો રહેનાર અફઝલ અહીંયા પત્ની તેમજ પુત્રની સાથે રહે છે.
અફઝલ ગુરુ બજાર રહેનાર સોનીની દુકાનમાં ઘરેણાં બનાવવા માટેનો કારીગર છે. રવિવારનાં રોજ રાત્રે એક જ રૂમમાં 3 આગ બાળીને કોયલા સળગાવીને સૂતા હતા. કોયલામાંથી નીકળેલી ગેસનાં લીધે શ્વાસ રૂંધવાથી માતા-પુત્રનું મૃત્યુ થયું. પાડોશનાં લોકોને આ બનાવની બાબતે ખબર પડી તો એમણે ઘરનો દરવાજો તોડીને બેભાન થઈને પડેલા અફઝલને સરકારી હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો. ત્યાં એની હાલત ગંભીર હોવા અંગેનું જણાવ્યું છે.
એચએચઓ મુજબ અફઝલનાં ઘર નજીક જ એનો ભાઈ રહે છે. એનાં નિવેદન પર કેસ દાખલ કરીને તપાસ કરે છે. બનાવ સ્થળને જોઈને ખબર પડે છે કે, મહિલાએ આગ સળગાવ્યા પછી ઘરનાં બધા દરવાજા તેમજ બારીઓ બંધ કરી હતી, તેથી આ બનાવ બન્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle