બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 2 બાળકો સહીત પાંચ લોકોના મોત; ત્રણ ગંભીર

Uttar Pradesh Accident: મોહદ્દીપુર વીજળી ઘરની સામે શુક્રવારે મોડી રાત્રે લગભગ 11.45 વાગે બે બાઈકમાં જોરદાર ટક્કર થઈ ગઈ. દુર્ઘટનામાં પિતા અને બે પુત્રીઓ સહિત પાંચના મોત નીપજ્યા. જ્યારે પત્ની અને એક પુત્ર ઈજાગ્રસ્ત છે. એક અન્ય બાઈક સવાર દુર્ઘટનાગ્રસ્ત (Uttar Pradesh Accident) બાઈકોથી ટકરાયા બાદ ટ્રકથી અથડાઈને ઈજાગ્રસ્ત થઈ ગયો. કેન્ટ પોલીસે ત્રણેયને જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા. સ્થિતિ ગંભીર જોઈને ડોક્ટરોએ મેડીકલ કોલેજ રેફર કરી દીધો છે.

5 લોકોના થયા મોત
જિલ્લાધિકારી કૃષ્ણા કરુણેશ અને એસએસપી ડો. ગૌરવ ગ્રોવરે મેડીકલ કોલેજ પહોંચીને ઈજાગ્રસ્તોની સ્થિતિ જાણી. મૃતકોની ઓળખ મોહદ્દીપુર વીજળી ઘર નજીક રહેનાર વિક્રાંત, તેમની બે વર્ષીય પુત્રી લાડો તથા એક વર્ષની પુત્રી પરી તરીકે થઈ. આ ઘટનામાં રુસ્તમપુરના મોનૂ ચૌહાણ અને બેતિયાહાતા હનુમાન મંદિર નજીક રહેતા સૂરજનું પણ મૃત્યુ થઈ ગયું. વિક્રાંતની પત્ની નિકિતા અને પાંચ વર્ષનો પુત્ર અંગદ ઈજાગ્રસ્ત છે. ડોક્ટરોએ બંનેની સ્થિતિ નાજુક જણાવી છે. ત્રીજા બાઈક પર સવાર ઈજાગ્રસ્તની ઓળખ ચિન્મયાનંદ તરીકે થઈ છે.

બે બાઈકની ટક્કરથી સર્જાયો અકસ્માત
પોલીસના જણાવ્યા અનુસાર મોડી રાત્રે 11.45 વાગે સૂરજ અને મોનૂ એક જ બાઈકથી મુંડન કાર્યક્રમથી ઘરે પાછા ફરી રહ્યાં હતાં. વિક્રાંત પોતાની પત્ની અને ત્રણ બાળકોની સાથે બાઈકથી પોતાના ઘરે મોહદ્દીપુર વીજળી કોલોની તરફ જઈ રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મોહદ્દીપુરમાં નહેર રોડ નજીક વિક્રાંતે બાઈક વળાવીને નહેર રોડ તરફ જવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન કૂડાઘાટ તરફથી આવી રહેલા સૂરજ અને મોનૂની બાઈક સાથે ટક્કર થઈ ગઈ.

ખિસ્સામાં રહેલા ડોક્યુમેન્ટ્સથી કરી ઓળખ
આ દુર્ઘટના બાદ એક ત્રીજો બાઈક સવાર યુવક પણ દુર્ઘટનાગ્રસ્ત બાઈકથી ટકરાયા બાદ ટ્રકથી અથડાઈ ગયો.પોલીસે તમામને જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા. જ્યાં ડોક્ટરોએ પાંચને મૃત જાહેર કરી દીધા. પોલીસે ત્રીજા યુવકની ઓળખ તેના ખિસ્સાથી મળેલા આધાર કાર્ડથી ચિન્મયાનંદ મિશ્રા તરીકે કરી. તે ક્યાંનો રહેવાસી છે, પોલીસ તેની જાણકારી મેળવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર મોનૂ એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતો અને વિક્રાંત સફાઈ કર્મચારી.

ત્રણેય ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે
આ દરમિયાન એક ત્રીજો બાઈક સવાર યુવક પણ તેનાથી ટકરાયો અને તે બાઈક લઈને ટ્રકથી જઈને અથડાઈ ગયો. દુર્ઘટનામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. માહિતી મળવા પર પોલીસે તમામને જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં ડોક્ટરોએ એક બાદ એક પાંચને મૃત જાહેર કરી દીધા. ત્રણેય ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. પોલીસે ત્રીજા યુવકની ઓળખ તેના ખિસ્સાથી મળેલા આધાર કાર્ડથી ચિન્મયાનંદ મિશ્રા તરીકે કરી. પોલીસ તેના સ્વજનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે. દુર્ઘટનાની માહિતી મળવા પર હોસ્પિટલ પહોંચેલા મૃતકના સ્વજનોમાં કાળો દેકારો મચી ગયો છે.